ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ
એનસીપીના અધ્યક્ષ શરદ પવાર ની તબિયત ખરાબ થઈ છે. તેઓને પેટમાં અચાનક પીડા ઊપડી હતી. અસહ્ય દુખાવાને કારણે તેમને મુંબઇ ખાતેની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે શરદ પવારને ગોલ્ડ બ્લેડર ની તકલીફ છે.
ડોક્ટરો તરફથી માહિતી આપવામાં આવી છે કે તેમની તબિયત હવે સ્થિર છે. જોકે આગામી દિવસ દરમિયાન શું ઉપચાર કરવામાં આવશે તે વિશે કશું જણાવાયું નથી.
