Site icon

કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 નવેમ્બરે  પહોંચશે મહારાષ્ટ્રમાં-રાહુલ ગાંધીની સાથે આ દિગ્ગજ નેતા મિલાવશે કદમથી કદમ

News Continuous Bureau | Mumbai

હાલ રાહુલ ગાંધીના(Rahul Gandhi) નેતૃત્વમાં કોંગ્રેસની(Congress) ‘ભારત જોડો યાત્રા’(Bharat Jodo Yatra) ચાલી રહી છે. આ યાત્રા આગામી 7 નવેમ્બરે મહારાષ્ટ્ર પહોંચશે. આ દરમિયાન એનસીપીના(NCP) સર્વેસર્વા શરદ પવાર(Sharad Pawar) પણ આ યાત્રામાં સામેલ થશે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે શિવસેના નેતા(Shiv Sena leader) આદિત્ય ઠાકરે(Aditya Thackeray) પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે. ભારત જોડો યાત્રા હાલ તેલંગણા રાજ્ય(Telangana State) માંથી પસાર થઈ રહી છે. યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચવાની છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓ(Congress workers) તૈયારીઓ કરી રહ્યાં છે. 

Join Our WhatsApp Community

આ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ (Congress President Nana Patole) રવિવાર (૩૦ ઓક્ટોબર) એ કહ્યુ હતુ કે શરદ પવારને ભારત જાેડો યાત્રાનો ભાગ બનવાનું આમંત્રણ સ્વીકાર કરી લીધુ છે. પટોલે રાજ્યમાં યાત્રાની તૈયારીઓની સમીક્ષા માટે આયોજીત બેઠકમાં સામેલ થયા બાદ બોલી રહ્યાં હતા. બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચકે પાટીલ અને પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ભાગ લીધો હતો. પટોલેએ કહ્યુ કે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની હાજરીની પુષ્ટિ કરવાની બાકી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા હેઠળ નાંદેડ અને બુલઢાણાના(Nanded and Buldhana) શેગાંવમાં રેલીઓને સંબોધિત કરશે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે વાગી શકે છે બ્યુગલ- કેન્દ્રીય ચૂંટણી પંચ આજ બપોરે કરશે પ્રેસ કોન્ફરન્સ

મહત્વનું છે કે મહારાષ્ટ્રની મહા આઘાડી સરકારમાં(Maha Aghadi Sarkar) કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ગઠબંધનમાં હતી. પરંતુ આ વર્ષે શિવસેનાના એકનાથ શિંદેએ (Eknath Shinde) ઘણા ધારાસભ્યોને લઈને બળવો કરી સરકાર પાડી દીધી હતી. ત્યારબાદ શિંદેએ ભાજપની સાથે મળી નવી સરકાર બનાવી હતી. 

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version