ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે ફરી એકવાર વડાપ્રધાન મોદીનાં વખાણ કર્યાં છે
મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં શરદ પવારે PM મોદીના વખાણ કરતાં કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીની આગવી કાર્યશૈલીથી પ્રભાવિત થયા છે.
સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, પીએમ મોદી હંમેશા પોતાના સહયોગીને લઇને ચાલે છે. મોદી જેવી કાર્યશૈલી અગાઉના પ્રધાનમંત્રીઓમાં જોવા નહોતી મળતી.
નરેન્દ્ર મોદીની પ્રશાસન પર સારી પકડ છે. પ્રશાસન પર સારી પકડ એ નરેન્દ્ર મોદીનો મજબૂત પક્ષ છે. પ્રધાનમંત્રી એક વખત કાર્ય શરૂ કરે તા કાર્ય પૂર્ણ કરે ત્યાં સુધી તને પૂર્ણ સમય આપે છે.
