Site icon News Continuous Bureau | Mumbai

ખામોશ!! શોટગન શત્રુઘ્ન સિન્હાનું પોલિટિકલ સુસાઇડ.. પહેલા પોતે હાર્યા, પછી પત્ની હારી, હવે દીકરો પણ હાર્યો. જાણો વિગત….

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020

શત્રુઘ્ન સિંહા ના પુત્ર લવ સિંહા 2020ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર, બાંકીપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને ભાજપના ઉમેદવારના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. નીતિન નવીન ભાજપના પક્ષેથી મેદાનમાં ઉભા હતા. 

Join Our WhatsApp Channel

બિહાર ચૂંટણીમા આ વખતે રાજકીય ભાગ્ય અજમાવવા માટે મેદાનમાં ઉતરી ચૂકેલા લવ સિંહા જંગી મતોથી પાછળ પડી ગયા હતાં. શત્રુઘ્ન સિંહાની 'બિહારી બાબુ' ની છબીનો  લાભ લવ સિંહાને થયો નથી. બાંકીપુર વિધાનસભા બેઠક પરથી લડનાર કોંગ્રેસના ઉમેદવાર લવ સિંહાને 14332 (28.61%) મતો મળ્યા હતા, જ્યારે ભાજપના નીતિન નવીન 31226 (62.34%) મતોથી જીત્યા હતા.

પટના સાહિબ સંસદીય મત વિસ્તાર, બાંકીપુર બેઠક
બિહારમાં, શોટગની ખ્યાતી ઓછી થઈ રહી છે. હોવી લોકો ફિલ્મી સ્ટાર જોઈને વોટ આપતાં નથી પરંતુ ઉમેદવાર નું કામ પણ જુવે છે. પાછલા અને વર્તમાન સમયના આંકડા પણ આની પુષ્ટિ કરી રહ્યા છે. બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પટના સાહિબ સંસદીય મત વિસ્તાર હેઠળ આવે છે. પટના સાહેબ તે જ ક્ષેત્ર છે જ્યાંથી શત્રુઘ્ન સિંહા બે વાર સાંસદ (લોકસભા અને રાજ્યસભા) રહી ચૂક્યા છે. જ્તે સમયે તેઓ ભાજપમાં હતા. પરંતુ ભાજપ છોડયાં બાદથી તેઓ, તેમની પત્ની અને આજે તેમના પુત્ર લવ સિંહા પણ હારી ગયા છે. આમ લવ સિંહાની રાજકીય કારકીર્દિની શરૂઆત થઈ તે જ પ્રદેશની વિધાનસભા બેઠક પરથી હાર પણ થઈ છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version