Site icon

કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 નવેમ્બર  2021 
શનિવાર.

કૃષિ કાયદાને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું હતું. કૃષિ કાયદાને લઈને ભાજપથી દૂર થઈ ગયેલું શિરોમણી અકાલી દળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ શું ભૂમિકા અપનાવશે તેના પર સૌ કોઈની નજર હતી.  એવા સમયે શિરોમણીએ તેઓ ભાજપ સાથે પાછું ગઠબંધન નહીં બાંધે એવી જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

તો કૃષિ કાયદાને કારણે રાજીનામું આપનારા હરસિમરતે કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમ જ તેમણે કહ્યું હતું કે 800 શહીદ થયેલા ખેડૂતોને યાદ કરવાનો દિવસ છે, જેમણે આ કાયદા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. 

કોંગ્રેસમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, જમ્મુ બાદ હવે આ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર

તો જે કાયદા માટે ભાજપ સાથે ગઠબંધન તોડવામાં આવ્યું હતું તે કાયદો પાછો ખેંચાતા ભાજપ સાથે ફરી જોડાણ કરવાની શકયતાને શિરોમણી અકાલી દળે નકારી કાઢી હતી. અકાલી દળના અધ્યક્ષ સુખબીર  બાદલે કહ્યું હતું કે  મોદી સરકાર જે કાળા કાયદા લાવી હતી તે તેમને પાછા લેવા પડયા છે. ખેડૂતો આ કાયદાને કોઈ દિવસ નહીં માને એ અમે શરૂઆતથી કહી રહ્યા હતા, જે વાત સાચી પડી છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version