News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં સતત બીજા દિવસે પણ રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતા ટેન્શન માહોલ ભર્યો છે. દરમિયાન સરકાર બચાવવા માટે મહાવિકાસ અઘાડી(Mahavikas Aghadi) તમામ પ્રયાસો કરી રહી છે. આ જ ક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ આજે બપોરે એક વાગ્યે કેબિનેટની ઈમરજન્સી બેઠક(Cabinet meeting) બોલાવી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ મિત્ર રાષ્ટ્રમાં ફરી એકવાર પડી ગઈ સરકાર-ત્રણ જ વર્ષમાં પાંચમી વાર થશે ચૂંટણી- જાણો વિગતે
મીડિયા રિપોર્ટ મુજબ કેબિનેટની મીટિંગ (cabinet meeting)માં શિવસેના(Shivsena)ના 8 મંત્રી પણ નહોતા પહોંચ્યા, જે મુંબઈ(Mumbai)માં જ હાજર છે. જે પાર્ટી માટે સૌથી મોટુ ટેન્શન(tension) છે. આ 8 મંત્રીમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, શંભૂરાજ દેસાઈ, બચ્ચુ કડૂ અને રાજેન્દ્ર યેદ્રાવકરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ આ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. હવે પાર્ટીએ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. શિવસેના(Shivsena)એ આજે સાંજે યોજાનારી મોટી બેઠક માટે તમામ ધારાસભ્યો માટે વ્હિપ(whip) જાહેર કર્યું છે. સાથે તાત્કાલિક તમામ ધારાસભ્યો(MLAs)ને 5 વાગ્યે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા(Varsha)માં પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવાયુ છે કે, જે ધારાસભ્યો નહીં પહોંચે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
