Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કેબિનેટ બેઠકમાં 8 મંત્રીઓ ગેરહાજર- શિવસેનાએ જાહેર કર્યું વ્હિપ- પાર્ટીના તમામ ધારાસભ્યોને આપ્યો આ આદેશ 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં સતત બીજા દિવસે પણ રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતા ટેન્શન માહોલ ભર્યો છે. દરમિયાન સરકાર બચાવવા માટે મહાવિકાસ અઘાડી(Mahavikas Aghadi) તમામ પ્રયાસો કરી રહી છે. આ જ ક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ આજે બપોરે એક વાગ્યે કેબિનેટની ઈમરજન્સી બેઠક(Cabinet meeting) બોલાવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ભારતના આ મિત્ર રાષ્ટ્રમાં ફરી એકવાર પડી ગઈ સરકાર-ત્રણ જ વર્ષમાં પાંચમી વાર થશે ચૂંટણી- જાણો વિગતે 

મીડિયા રિપોર્ટ મુજબ કેબિનેટની મીટિંગ (cabinet meeting)માં શિવસેના(Shivsena)ના 8 મંત્રી પણ નહોતા પહોંચ્યા, જે મુંબઈ(Mumbai)માં જ હાજર છે. જે પાર્ટી માટે સૌથી મોટુ ટેન્શન(tension) છે. આ 8 મંત્રીમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, શંભૂરાજ દેસાઈ, બચ્ચુ કડૂ અને રાજેન્દ્ર યેદ્રાવકરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ આ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. હવે પાર્ટીએ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. શિવસેના(Shivsena)એ આજે સાંજે યોજાનારી મોટી બેઠક માટે તમામ ધારાસભ્યો માટે વ્હિપ(whip) જાહેર કર્યું છે. સાથે તાત્કાલિક તમામ ધારાસભ્યો(MLAs)ને 5 વાગ્યે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા(Varsha)માં પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવાયુ છે કે, જે ધારાસભ્યો નહીં પહોંચે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
IndiaBorn Cheetah Gives Birth ભારતીય ભૂમિ પર બીજી પેઢીના ચિત્તાનો જન્મ, કુનોમાં માદા ચિત્તાએ ૫ શ્રાવકોને જન્મ આપતાં ખુશીનો માહોલ
Pune Mule Bank Account Cyber Fraud ૧૯ લોકોના ₹૧.૮૦ કરોડ સાફ! પુણેમાં સક્રિય ‘મ્યૂલ બેંક એકાઉન્ટ’ સિન્ડિકેટનો પર્દાફાશ ૫ સાયબર ઠગોનો ખેલ ખતમ
Eknath Shinde Sudden Delhi Visit અચાનક દિલ્હી પહોંચી શિંદેએ કઈ નવી ખીચડી પકવી? સીટ વહેંચણીમાં અસંતોષ કે પછી કોઈ મોટો રાજકીય દાવપેચ જાણો અંદરની વાત
Exit mobile version