Site icon

સહકારી બેંક છેતરપિંડી કેસમાં શિવસેનાના આ નેતા ઇડીના રડાર પર, પૂછપરછ માટે બોલાવે તેવી શક્યતા; જાણો વિગતે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુલ સિટી કો-ઓપરેટિવ બેંકમાં ભંડોળના ગેરવહીવટ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડાર પર છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઇડી ટૂંક સમયમાં જ આ કેસ સંદર્ભે પૂછપરછ માટે અડસુલને સમન્સ પાઠવી શકે છે.

ગયા અઠવાડિયે, ઇડીના અધિકારીઓએ તપાસના સંબંધમાં મુંબઈના છ સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં બેંક પરિસરનો સમાવેશ થાય છે.

ઇડી કેસ સિટી કો-ઓપરેટિવ બેંક કૌભાંડ સંબંધિત મુંબઈ પોલીસની FIR પર આધારિત છે, જ્યાં અડસુલ ફરિયાદી છે. તેઓ સિટી કો-ઓપરેટિવ બેંકના ચેરમેન છે.

જૂન 2020 માં, મુંબઈના એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશને અડસુલની ફરિયાદ પર ઓડિટર્સ, વેલ્યુઅર્સ અને સિટી કો-ઓપરેટિવ બેંકના કર્મચારીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. બાદમાં આ કેસ મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાને સોંપવામાં આવ્યો હતો. પોલીસ કેસ બાદ ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને કાબુમાં રાખવા મુંબઈમાં કલમ 144 લાગુ, આ તારીખ સુધી રહેશે લાગુ; જાણો વિગતે

 

Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Exit mobile version