ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
ભાજપ અને શિવસેનાના નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાથી થાકતા નથી. ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ પત્રકાર પરિષદ લઈને શિવસેના અને સંજય રાઉતની ભારે ટીકા કરી હતી. તેની સામે શિવસેનાએ 'લાવ રે તો વીડિયો'થી રાણે પર પ્રહાર કર્યો છે. એટલું જ નહીં પણ નારાયણ રાણે EDની તપાસના ડરથી ભાજપમાં જોડાયા હોવાનો દાવો પણ શિવસેનાના નાતાએ કર્યો છે.
નારાયણ રાણેની પત્રકાર પરિષદ બાદ શિવસેનાના નેતા વિનાયક રાઉતે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ એકવાર નારાયણ રાણે પર 100 બોગસ કંપનીઓ હોવાનો આરોપ લગાવ્યો હતો. રાણે તે આરોપોના ડરથી ભાજપમાં જોડાયા છે.
કેન્દ્રનો રાજ્યોને પત્રઃ કોરોના પ્રતિબંધક નિયંત્રણોને લઈને કહી દીધી મોટી વાત.. જાણો વિગત
શિવસેનાના નેતા વિનાયક રાઉતે કિરીટ સોમૈયાનો જૂનો વીડિયો બતાવ્યો. તેમાં કિરીટ સોમૈયાએ ભાજપના વર્તમાન નેતા નારાયણ રાણે પર 100 બોગસ કંપનીઓ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નારાયણ રાણે પર EDની તપાસના ડરથી ભાજપમાં જોડાવાનો આરોપ પણ લગાવ્યો હતો. અન્ય એક વિડિયોમાં નારાયણ રાણે નરેન્દ્ર મોદી પર જૂઠું બોલતા NDAના ઉમેદવાર હોવાનો આરોપ લગાવતા જણાય છે.
શિવસેનાએ વધુ એક વીડિયો બતાવ્યો હતો, જેમાં નિતેશ રાણે કિરીટ સોમૈયા પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં નિતેશ રાણે કહે છે કે કિરીટ સોમૈયા મરાઠી ભાષાના વિરોધી છે અને તેઓ મુંબઈની શાળાઓમાં મરાઠીની ફરજિયાતનો વિરોધ કરે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના કેટલાક નેતાઓએ દક્ષિણ મુંબઈને વેજિટેરિયન ઝોન જાહેર કરવાની માગણી કરી હતી.
વિનાયક રાઉતે એમ પણ કહ્યું કે, નિતેશ રાણેએ આરએસએસ પર આક્ષેપો કર્યા હતા. ED કિરીટ સોમૈયા દ્વારા નારાયણ રાણે પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે.
શિવસેનાએ નિતેશ રાણે પર રાજન તેલીના આરોપોનો એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે. વિનાયક રાઉતે એ પણ સ્પષ્ટતા કરી હતી કે નારાયણ રાણેના જૂના વીડિયો પણ આ જ રીતે અપલોડ કરવામાં આવશે.
શિવસેના 2024 સુધીમાં દિલ્હીની ગાદી પર પહોંચી જશે, શિવસેનાના આ નેતાએ કરી દીધો મોટો દાવો.. જાણો વિગત