Site icon News Continuous Bureau | Mumbai

પીએમ અને ગૃહ મંત્રી પર શિવસેનાએ સાધ્યું નિશાન, કહ્યું- દેશના શાસકોને માફી માંગવાની… જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

શિવસેનાએ દેશના શાસકોને માફી માંગવાની ટેવ પડી ગઈ છે તેવો ટોણો માર્યો છે.સામનામાં શિવસેનાએ લખ્યુ છે કે, પહેલા ખેડૂત આંદોલન માટે પીએમ મોદીએ દેશની માફી માંગી હતી અને ત્યાં સુધીમાં ૮૦૦ ખેડૂતોના આંદોલનમાં મોત થઈ ચુકયા હતા.જાેકે પીએમ મોદીએ માફી માંગી અને આ મુદ્દો ખતમ થઈ ગયો . સામનામાં કહેવાયુ છે કે, આ જ રીતે નાગાલેન્ડમાં સુરક્ષાદળોના ફાયરિંગમાં નિર્દોષ નાગરિકોના મોત બાદ ગૃહ મંત્રી અમિત શાહે માફી માંગી છે અને નાગાલેન્ડની ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ થઈ ગયો છે.શાસકોને માફી માંગવાની ટેવ પડી ગઈ છે.માફી માંગીને છુટકારો મેળવી લેવાની સુવિધા બીજા લોકોને કેમ નથી મળી રહી. શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે કે, અમિત શાહે માફી માંગી છે પણ ચાર લીટીમાં શું નાગાલેન્ડની ઘટના પર ખેદ વ્યક્ત કરવો પૂરતો છે…નાગાલેન્ડની ઘટનામાં તપાસનો આદેશ તો અપાયો છે પણ તેની જવાબદારી લઈને પ્રાયશ્ચિત કોણ કરશે? શિવસેનાનુ કહેવુ છે કે, ગુપ્તચર એજન્સીઓની ખોટી જાણકારીના કારણ નાગાલેન્ડની ઘટના બની છે પણ આ જ રીતે અત્યાર સુધીમાં કાશ્મીરથી લઈને નાગાલેન્ડ સુધીમાં કેટલા નિર્દોષો માર્યા ગયા હશે તેનુ તો અનુમાન કરવુ પણ મુશ્કેલ છે.બોર્ડર એરિયામાં આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે.જાેકે આ વખતે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે એટલે નાગાલેન્ડનો કેસ ચર્ચામાં આવ્યો છે.ગૃહ મંત્રીએ ગુપ્તચર એજન્સીઓને વધારે સક્ષમ બનાવવી પડશે અને આ એજન્સીઓને પોતાના વિરોધીઓની પાછળ લગાવવાની જગ્યાએ આતંકીઓ પાછળ લગાવે તો સુરક્ષાદળોને વધારે મદદ મળશે.શિવસેનાના મુખપત્ર સામનામાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે કેન્દ્રની ભાજપ સરકારની ઝાટકણી કાઢવામાં ના આવતી હોય છે.

 સેકન્ડ લેફ્ટનન્ટથી લઈને CDS જનરલ સુધી 43 વર્ષ સેના સાથે, જાણો બિપિન રાવતની શૈક્ષણિક કારકિર્દી વિશે

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version