Site icon News Continuous Bureau | Mumbai

ભગવા ઝંડાધારી શિવસેનાનું હરિત કરણ શરું.. શિવસેના ‘અઝાન’ કોમ્પીટીશન આયોજીત કરશે. કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધનનો કમાલ. જાણો વિગત….

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 નવેમ્બર 2020

શિવસેના ને 'સંગ તેવો રંગ' લાગ્યો…હિંદુત્વવાદી ગણાતી શિવસેના હવે મુસ્લિમ બાળકો માટે અઝાન વાંચનની સ્પર્ધા યોજી રહી છે.. શિવસેનાના દક્ષિણ મુંબઈ વિભાગના વડા પંડુરંગ સકપાલે જણાવ્યું હતું કે, મુસ્લિમ સમુદાયના બાળકોમાં અઝાનને જીવનમાં ઉતારવા માટે આ સ્પર્ધા યોજાશે. તેમણે કહ્યું કે અજાનનો વિરોધ કરવો ખોટું છે, મીઠા અવાજે ગવાયેલી અઝાન માનસિક શાંતિ આપે છે. 

Join Our WhatsApp Channel

આ સ્પર્ધામાં ભાગ લેનારા બાળકો માટે, મૌલાના ધ્વનિ, ઉચ્ચારણ અને કેટલા મિનિટમાં તેઓ અઝાન સમાપ્ત કરે છે.. તે માટે પરીક્ષક દેખરેખ રાખશે. આ સ્પર્ધામાં થનારો ખર્ચો શિવસેના સહન કરશે.

ઘણી જગ્યાએ દિવસમાં પાંચ વાર થતી અઝાનથી આસપાસના રહેવાસીઓને ખલેલ થતી હોવાની ફરિયાદો અંગે શિવસેના નેતા સકપાલે કહ્યું કે, બધા શાસ્ત્રો માનવતા અને શાંતિ શીખવે છે. અજાન માત્ર પાંચ મિનિટ લાંબી જ હોય છે. તેથી જો કોઈને આ પાંચ મિનિટની અઝાનની ફરીયાદ કરનારાઓને અવગણવું જોઈએ.. અઝાન  મહાઆરતી જેટલું જ મહત્વપૂર્ણ છે. તે પ્રેમ અને શાંતિનું પ્રતીક છે. સકપાલે એમ પણ કહ્યું હતું કે તેના પર દલીલ કરવી યોગ્ય નથી..

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version