News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટનો આજે પાંચમો દિવસ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. શિવસેના(Shivsena)ના કાર્યકરોએ એકનાથ શિંદે(Eknath Shinde)ના પુત્ર અને કલ્યાણ(Kalyan)ના સાંસદ શ્રીકાંત શિંદે(Shrikant Shinde)ની ઓફિસમાં તોડફોડ કરી છે. થાણે(Thane)ના ઉલ્લાસનગર (Ulhasnagar)વિસ્તારમાં આવેલી તેમની ઓફિસ પર શિવસૈનિકો(Shivsainik)એ પથ્થરમારો કર્યો હતો.
MP Dr.Shrikant Eknath Shindes office vandalized in Ulhasnagar #Shivsena https://t.co/AxDXpQpgqP pic.twitter.com/QNETpJ6Ahi
— Vaibhav Purohit (@purohitvaibhav) June 25, 2022
તો બીજી તરફ પૂણે(Pune)માં શિવસેના કાર્યકર્તાઓએ બાગી ધારાસભ્ય તાનાજી સાવંત(Tanaji Sawant)ની ઓફિસમાં ભારે તોડફોડ મચાવી છે અને હોબાળો કર્યો છે. એટલું જ નહીં શિવસેના કાર્યકર્તાઓએ ઓફિસમાં તોડફોડ બાદ સ્પ્રેથી દીવાલ પર ગદ્દાર સાવંત લખ્યુ.
#બળવાખોર #ધારાસભ્યોથી નારાજ #શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા, #મુંબઈમાં શરૂ થયું #તોડફોડ સત્ર – જુઓ #વીડિયો. #MaharashtraPolitcalCrisis #EknathShinde #rebelmlas #ShivSainik #Violence #protest pic.twitter.com/I7vuVz7CWt
— news continuous (@NewsContinuous) June 25, 2022
આ સમાચાર પણ વાંચો : અરેરેરે- ઉદ્ઘાટનના અઠવાડિયાની અંદર જ બોરીવલીના ફ્લાયઓવરની આ તો કેવી હાલત- સરફેસનો ડામર ઉખડી ગયો- જાણો વિગત
ઉલ્લેખનીય છે કે તાનાજી સાવંત પરાંદા વિધાનસભા બેઠક પરથી શિવસેનાના ધારાસભ્ય છે. હાલ તેઓ આસામના ગુવાહાટી(Guwahati)માં બાગી ધારાસભ્યો(rebel MLAs) સાથે હાજર છે.