Site icon News Continuous Bureau | Mumbai

બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા- મુંબઈમાં શરૂ થયું તોડફોડ સત્ર – જુઓ વીડિયો- જાણો વિગતે   

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટનો આજે પાંચમો દિવસ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. શિવસેના(Shivsena)ના કાર્યકરોએ એકનાથ શિંદે(Eknath Shinde)ના પુત્ર અને કલ્યાણ(Kalyan)ના સાંસદ શ્રીકાંત શિંદે(Shrikant Shinde)ની ઓફિસમાં તોડફોડ કરી છે. થાણે(Thane)ના ઉલ્લાસનગર (Ulhasnagar)વિસ્તારમાં આવેલી તેમની ઓફિસ પર શિવસૈનિકો(Shivsainik)એ પથ્થરમારો કર્યો હતો.  

Join Our WhatsApp Channel

તો બીજી તરફ પૂણે(Pune)માં શિવસેના કાર્યકર્તાઓએ બાગી ધારાસભ્ય તાનાજી સાવંત(Tanaji Sawant)ની ઓફિસમાં ભારે તોડફોડ મચાવી છે અને હોબાળો કર્યો છે. એટલું જ નહીં શિવસેના કાર્યકર્તાઓએ ઓફિસમાં તોડફોડ બાદ સ્પ્રેથી દીવાલ પર ગદ્દાર સાવંત લખ્યુ. 

આ સમાચાર પણ વાંચો : અરેરેરે- ઉદ્ઘાટનના અઠવાડિયાની અંદર જ બોરીવલીના ફ્લાયઓવરની આ તો કેવી હાલત- સરફેસનો ડામર ઉખડી ગયો- જાણો વિગત

ઉલ્લેખનીય છે કે તાનાજી સાવંત પરાંદા વિધાનસભા બેઠક પરથી શિવસેનાના ધારાસભ્ય છે. હાલ તેઓ આસામના ગુવાહાટી(Guwahati)માં બાગી ધારાસભ્યો(rebel MLAs) સાથે હાજર છે. 

Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
Ambarnath Police MD Drug Raid ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની લાલ આંખ અંબરનાથમાં 33 ગ્રામ MD ડ્રગ્સ અને લાખોની રોકડ સાથે 4 ઝડપાયા
Ranchi Student Protest Suspended રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ૨ મહિના માટે સ્થગિત, સરકારને આપવામાં આવ્યું આટલા દિવસનું અલ્ટીમેટમ
PSDS Method પ્રાકૃતિક ખેતીનું પ્રથમ પગથિયું જમીનને જીવંત બનાવતી PSDS પદ્ધતિ અને તેના અનેક ફાયદા
Exit mobile version