Site icon News Continuous Bureau | Mumbai

સત્તા બાદ હવે તીર કમાન માટેની લડાઈ- શિવસેના હવે ચૂંટણી પંચના શરણે- પાર્ટી ચિન્હને લઈને કરી આ વિનંતી- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)ની લડાઈ ચૂંટણી પંચ(election commission) સુધી પહોંચી છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કેવિયેટ દાખલ કરી છે. જેમાં તેમણે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે જો એકનાથ શિંદે શિવસેનાના ચૂંટણી ચિન્હની માંગ લઈને તેમની પાસે આવે છે તો કોઈપણ નિર્ણય લેતા પહેલા અમારી વાત પણ સાંભળવામાં આવે, અમને સાંભળ્યા વિના કોઈ નિર્ણય ન લો. 

Join Our WhatsApp Channel

તાજેતરમાં જ શિંદે જૂથ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પાસે બે તૃતીયાંશ બહુમતી છે. જો ધારાસભ્યો(MLAs) અને સાંસદો(MPs)નું સમર્થન  તેમની સાથે છે તો તે જ અસલી શિવસેના છે. એટલે શિવસેનાના ચૂંટણી(election symbol) ચિન્હ પર તેમનો સમાન અધિકાર છે. 

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે સામે નવો પડકાર- ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ છેડો ફાડવાની ફિરાકમાં- આજે બેઠકમાં માત્ર આટલા જ રહ્યા હાજર

આ પહેલા આજે સુપ્રીમ કોર્ટે(supreme court) ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી રાહત આપી છે. કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકરને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર આગળ ન વધવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકર રાહુલ નાર્વેકરને જાણ કરવામાં આવે કે તેઓ કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી ગેરલાયકાતની નોટિસ પર નિર્ણય ન લે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ પાર્ટી નેતૃત્વ સામે બળવો કર્યો હતો. સાથે એનસીપી અને કોંગ્રેસ સાથે સંબંધો તોડવા કહ્યું હતું. પક્ષમાં બળવાને કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર પડી ભાંગી હતી. જે બાદ 30 જૂને એકનાથ શિંદે મુખ્યમંત્રી પદના અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા.  

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version