Site icon

ખુરશી ગઈ હવે પક્ષને બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે-જિલ્લા પ્રમુખોની બોલાવી બેઠક- આ મોટા મુદ્દા પર કરશે ચર્ચા

maharashtra politics : former corporator will stay with uddhav thackeray or leave

શું ઉદ્ધવ ઠાકરેને લાગશે વધુ એક ઝટકો, મનસેમાંથી ઠાકરે જૂથમાં આવેલા આ પૂર્વ કોર્પોરેટરો પણ હવે શંકાના દાયરામાં, રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena) અને ભાજપમાં(BJP) બળવાખોર શિંદે(Rebel Shinde) જૂથ સત્તામાં આવ્યા બાદ આજે શિવસેના ભવન(Shiv Sena Bhavan) ખાતે જિલ્લા પ્રમુખોની બેઠકનું(President's meeting) આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) હાજર રહેશે. પ્રાપ્ત જાણકારી મુજબ શિવસેનાના 40 ધારાસભ્યોના બળવા બાદ પાર્ટીની આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પાર્ટી સાથે રહેલા વિધાનસભાના(Assembly) 15 ધારાસભ્યો પણ શિવસેના ભવનમાં હાજર રહેશે.

Join Our WhatsApp Community

શિવસેનામાં ઐતિહાસિક બળવો થયો છે. આ બળવાના પરિણામે મહાવિકાસ આઘાડીની સરકાર(mahavikas Aghadi sarkar) ખતરામાં આવી ગઈ અને બળવાખોર શિંદે જૂથ તથા ભાજપ સત્તા પર આવી ગયા છે. રાજ્યમાં નજીકના ભવિષ્યમાં મુંબઈ, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન(Thane Municipal Corporation) અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ(Local body elections) આવી રહી છે. ધારાસભ્યોના બળવાનો ફટકો આ ચૂંટણીમાં ન પડે તે માટે શિવસેના પ્રયાસો કરી રહી છે. શિવસેનાએ હવે પાર્ટીને ચાલુ રાખવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પગલાં લેવાનું શરૂ કર્યું છે. આજે શિવસેના ભવન ખાતે મળનારી બેઠકમાં જિલ્લા પ્રમુખ દ્વારા સંગઠનાત્મક સમીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે.

 આ સમાચાર પણ વાંચો : ગોઝારો સોમવાર-કુલ્લુમાં ભયાનક અકસ્માત- બસ ખીણમાં ખાબકી- શાળાના બાળકો સહિત આટલા લોકોના મોત

ઉલ્લેખનીય છે કે વિધાનસભા સ્પીકરે અજય ચૌધરી(Ajay Chaudhary) અને સુનિલ પ્રભુની(Sunil Prabhu) વિધાનસભા જૂથના નેતા અને મુખ્ય પ્રતિનિધિ તરીકેની નિમણૂક રદ કરી. તો, એકનાથ શિંદે અને ભરત ગોગાવલેની(Bharat Gogavale) નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય પણ શિવસેના માટે આંચકો માનવામાં આવે છે. આ નિર્ણય સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) દોડી છે. જો કે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે તે અન્ય સંબંધિત કેસોની સાથે આ કેસની સુનાવણી 11 જુલાઈએ કરશે.

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version