ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
શિવસેનાના મહત્વપૂર્ણ નેતાઓમાંથી એક એવા અનંત તરે નિધન થયું છે. તેઓ માત્ર ૬૭ વર્ષના હતા. તેઓ શિવસેનાના થાણાના ભૂતપૂર્વ મહાપૌર હતા તેમજ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. થાણા વિસ્તારમાં તેઓ એક સફળ કોળી નેતા હતા. થોડા સમય અગાઉ તેમને બ્રેન હેમરેજ નો સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમનો હોસ્પિટલમાં ઇલાજ શરૂ હતો. પરંતુ તે ઈલાજ સફળ ન રહ્યો.
અનંત તરે ના નિધન થી શિવસેના માં શોક નું વાતાવરણ છે.
