Site icon

મહાબળેશ્વરમાં બળાત્કારની ઘટના સંદર્ભે રાજકીય પાર્ટીના કાર્યકર્તાનું નામ સામે આવ્યું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
હિલ સ્ટેશન મહાબળેશ્વરના શિવસેનાના નેતા અને માજી નગરાધ્યક્ષ ડી. એમ. બાવળેકરના બે પુત્રો સગીર વયની છોકરીના બળાત્કારના પ્રકરણમાં સંડોવાયેલા હોવાનો તેમના પર કથિત આરોપ મુકાયો છે. આ  આરોપ હેઠળ નેતાના બંને પુત્ર સહિત 11 લોકોને સહઆરોપી ગણીને તેમની સામે પોલીસમાં 23 સપ્ટેમ્બરના ગુનો નોંધવામાં આવ્યો છે.

મહાબળેશ્વરમાં આ ટીનએજર પર બળાત્કાર થયા બાદ તે ગર્ભવતી બની હતી અને તેણે એક બાળકને જન્મ પણ આપ્યો છે. આ ચોંકવનારો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ આ ગુનામાં શિવસેનાના નેતાના પુત્રનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. શંકાસ્પદ આરોપીઓમાં એક વકીલનો પણ સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની આ પ્રકરણમાં ધરપકડ કરી હતી. ગુરુવારે ઍડ્વોકેટ સહિત કુલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબની મુશ્કેલીઓ વધી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી સમન્સ જારી કરી આ તારીખે પૂછપરછ માટે બોલાવ્યા; જાણો શુ છે સમગ્ર મામલો 

અખબારી અહેવાલ મુજબ આ પ્રકરણમાં શિવસેનાના નેતાના બંને દીકરાઓએ આરોપીઓને મદદ કરી હોવાની શંકા છે. આરોપીઓમાંના એકે ટીનએજર ગર્ભવતી બન્યા બાદ જન્મેલી બાળકીને ખોટા દસ્તાવેજોને આધારે મુંબઈમાં એક દંપતીને દત્તક આપી દીધી હોવાનું કહેવાય છે. 
 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version