Site icon

શું શિવસેના નવા મુખ્યમંત્રીની તલાશમાં છે? મિલીંદ નાર્વેકરની હાજરીમાં એક ધારાસભ્યએ ભાવી મુખ્યમંત્રી તરીકે નવુ નામ સામે મુક્યું. જાણો વિગતે..

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમા ચાલી રહેલા સત્તા સંઘર્ષ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સતત નાદુરસ્ત રહેતી તબિયતને લીધે વિરોધકોએ મુખ્ય પ્રધાન પદ અન્ય કોઈને સોંપવાની અનેક વખત સલાહ આપી ચૂક્યા છે. શિવસેનાના અનેક નેતાઓ મુખ્યમંત્રી બનવાનું સપનું રાખતા હોવાનું જગજાહેર છે. તેમાં તાજેતરમાં  શિવસેનાના એક વિધાનસભ્યએ એક સભામાં ભાવિ મુખ્યપ્રધાન તરીકે અનિલ પરબના નામનો ઉલ્લેખ કરતા ચકચાર મચી ગઈ છે. આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેના અત્યંત નિકટના અને વિશ્વાસુ એવા મિલિંદ નાર્વેકર પણ હાજર હતા.

Join Our WhatsApp Community

મુખ્યપ્રધાનના નામે શિવસેનામાં છૂપી સ્પર્ધા ચાલતું હોવાનું જગજાહેર છે. આ સ્પર્ધા દિવસે- દિવસે વધી રહી છે. થોડા સમય પહેલાં થાણેના પાલકપ્રધાન અને નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેના જન્મદિવસે થાણેમાં તેમના સમર્થકોએ ઠેર- ઠેર તેમને વધામણા આપતા બેનરમાં 'ભાવિ મુખ્યપ્રધાન' તરીકે ઉલ્લેખ કર્યો હતો. 

હવે શિવસેનાના વિધાનસભ્ય સંજય પોતનીસે ભરસભામાં ભાવિ મુખ્યપ્રધાન તરીકે અનિલ પરબના નામનો ઉલ્લેખ કરતા કાર્યક્રમમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનિલ પરબ પોતે પણ અચંબિત થઈ ગયા હતા. જોકે પોતે કાચુ કાપ્યું હોવાનું જણાતા તુરંત તેમણે આ વાત મજાકમાં કરી હોવાની સ્પષ્ટતા કરી હતી. 

આ સમાચાર પણ વાંચો :રાલેગણસિદ્ધીમાં થઈ રહેલા અનશનથી સમાજસેવક અન્ના હજારેનું વધી ગયું ટેન્શન. કેમ અન્ના હઝારેની સુરક્ષામાં થયો વધારો? જાણો શું છે સમગ્ર મામલો.

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સતત નાદુરસ્ત રહેતી તબિયતને લીધે ભાજપ અનેક વખત મુખ્ય પ્રધાન પદ અન્ય  સોંપવાની સલાહ ઠાકરેને આપી ચૂકી છે. તબિયને કારણે ઉદ્ધવ ઠાકરે ખરેખર જ મુખ્ય પ્રધાન પદ છોડશે તેવો તર્ક- વિતર્ક ચાલતો જ હોય છે. સંજય પોતનીસે પોતાના વિધાનને ભલે મજાક ગણાવ્યુ હોય પરંતુ રાજ્યના રાજકારણમાં મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના બાદ અનિલ પરબનું રાજકીય વજન સતત વધી રહ્યું છે એ હકીકત છે.
 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version