Site icon News Continuous Bureau | Mumbai

ગત ૨૪ કલાકમાં મહારાષ્ટ્રના રાજકીય વાતાવરણમાં પલટો આવ્યો, આશ્ચર્યજનક રીતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે મીટિંગો વધી. જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 માર્ચ 2021

સચિન વાઝે પ્રકરણમાં શિવસેનાના ગળા ફરતે ગાળિયો વધારે મજબૂત થતો જાય છે. મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવવાના પ્રકરણમાં પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી. અને ત્યાર બાદ સચિન વાઝે શિવસેનાનો માણસ છે એની માહિતી બહાર આવતાં જ શિવસેના મુશ્કેલીમાં સપડાઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વાઝે ની ધરપકડ કરાયા બાદ રાષ્ટ્રવાદી નેતા અને ભાજપી નેતાઓની મુલાકાતો વધી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે અચાનક જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને મળવા દિલ્હી પહોંચી ગયા હતા.મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો ઉમેરાવાની શક્યતા છે. સચિન માટે પ્રકરણમાં શિવસેનાના મિત્ર પક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પાર્ટીઓ એ સામા પ્રશ્ન પણ કર્યા છે.

Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Exit mobile version