Site icon

ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો

News Continuous Bureau | Mumbai

જો ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કાર્યવાહીનો સામનો કરી રહેલા પ્રતાપ સરનાઈક(Pratap Sarnaik) અને યશંવત જાધવ(Yashwant Jadhav)ને પણ સમય આપ્યો હોત તો શિવસૈનિક(Shivsainik) ખુશ થયા હોત અને શિવસેના તૂટી ના પડી હોત. એવી નારાજગી શિંદે ગ્રુપ(Shinde Group)ના ધારાસભ્ય(MLA)એ ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉત(MP Sanjay Raut)ની ઘરની મુલાકાત લીધા બાદ આપી હતી.

Join Our WhatsApp Community

શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મની લોન્ડરિંગ કેસ(Money Laundring case)માં EDએ ધરપકડ કરી હતી. એ બાદ સોમવારે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાઉતના પરિવારની તેમના ઘરે જઈને મુલાકાત લઈને આશ્વાસન આપ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની દીકરીએ આત્મહત્યા કરી

ઉદ્ધવ ઠાકરેને આ મુલાકાત બાદ શિંદે ગ્રુપના ધારાસભ્ય સંજય શિરસાટે(Sanjay Shirsat) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું જો કે ઉદ્ધવે ED ની કાર્યવાહીનો સામનો કરી રહેલા થાણે(Thane)ના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક અને પાલિકાની સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ યશંવત જાધવને પણ સમય આપ્યો હોત તો શિવસૈનિક ખુશ થયા હોત અને આજે શિવસેના આ રીતે તૂટી ના પડી હોત.

શિરસાટે ઔરંગાબાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે સંજય રાઉતની ધરપકડ બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. એનો મતલબ એમ થાય કે હવે સંજય રાઉત તેમના  માટે કોઈ કામના નથી. તેમને સંજય રાઉતની કોઈ જરૂર નથી.  

આ સમાચાર પણ વાંચો : મુંબઈથી ઔરંગાબાદ અને ત્યારબાદ અચાનક દિલ્હી-મુખ્યમંત્રી એકનાથ શિંદે સંજય રાઉતની ધરપકડ પછી અમિત શાહને મળ્યા-જાણો વિગત અહીં

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version