News Continuous Bureau | Mumbai
Mumbai Goa Highway : મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટમાં નોંધપાત્ર ખર્ચ થયો હોવાનું માહિતી એક આરટીઆઈ ( RTI ) કાર્યકર્તા દ્વારા ચોંકવનારો ખુલાસો કરવામાં આ્વ્યો છે. આનાથી મહારાષ્ટ્રના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ ( PWD ) ની કાર્યક્ષમતા અને પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. આરટીઆઈ કાર્યકર્તાએ આ અંગે માહિતી મેળવી છે. જે પ્રમાણે 10 વર્ષમાં મુંબઈ-ગોવા હાઈવે પર 6000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર ( Central Govt ) અને મહારાષ્ટ્ર PWD બંને તરફથી RTI કાયદા હેઠળ મળેલી માહિતી અનુસાર, નવા ફોર-લેન હાઈવે ( Four lane highway )પર કુલ 6,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જ્યારે સમારકામના કામ પર 192 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ રોડની હાલની સ્થિતિથી તદ્દન વિપરીત છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ પ્રોજેક્ટના સંચાલન અને દેખરેખની તપાસ કરવાની જરૂર છે.
રોડના મોટા ભાગની જવાબદારી સંભાળતા પીડબલ્યુડી વિભાગે શરૂઆતમાં રાઈ ટુ ઈન્ફોરમેશન અંતર્ગત માહિતી આપવામાં આનાકાની કરી હતી. જો કે, કેન્દ્ર સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( NHAI ) સંપૂર્ણ વિગતો તપાસવા આવવાની હતી. NHAI એ અહેવાલ આપ્યો છે કે, જે મુજબ મુંબઈ-ગોવા હાઈવેના 471 કિલોમીટરના પટમાંથી, તે ફક્ત 84.6 કિલોમીટર માટે જ જવાબદાર છે, જ્યારે બાકીનો PWD વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે. NHAI એ વધુમાં જણાવ્યું હતું કે 2013 થી, તેણે નવા રસ્તાઓ પર રૂ. 1,779,85,57,110 કરોડ અને સમારકામના કામ પર રૂ. 145,82,36,926 કરોડ ખર્ચ્યા છે. વધુમાં, NHAIએ 2011માં કોન્ટ્રાક્ટર સાથેનો કોન્ટ્રાક્ટ વિવિધ ક્ષતિઓને કારણે રદ કર્યો હતો.
નવા ફોર લેન હાઈવે પર રૂ. 2,354,72,50,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે…
બીજી તરફ પીડબલ્યુડી પેન ઓફિસ જે શરૂઆતમાં માહિતી આપવા માટે અનિચ્છા દર્શાવતી હતી, આખરે PWD વિભાગએ RTIના અરજીના આદેશનું પાલન કર્યું હતું. તેમજ ઓફિસે આપેલી માહિતી મુજબ નવા ફોર લેન હાઈવે પર રૂ. 2,354,72,50,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ સમારકામના કામમાં કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. જો કે, નવા રસ્તાની જાળવણી ન કરનારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, તેમના પ્રત્યે નરમ વલણ સૂચવવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Weather Update: મુંબઈમાં ઠંડીનો ચમકારો વધ્યો, પારો પહોંચ્યો 15 ડિગ્રી: પાંચ જિલ્લાઓ માટે જાહેર થયું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની આગાહી ..
બીજી તરફ PWDના રત્નાગીરી વિભાગે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 2018 થી 2023 દરમિયાન નવા રસ્તાઓ પર રૂ. 1,815,85,50,959 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે 2011 થી 2023 સુધીમાં રૂ. 46,20,79,483 કરોડ રિપેર કામ પર ખર્ચવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પણ કચેરીએ જણાવ્યું હતું. નવા રસ્તાઓના નિર્માણમાં વિલંબ માટે અનુક્રમે 5 અને 8 કરોડ, પરંતુ આ દંડ વસૂલવામાં આવ્યો છે કે કેમ તે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
એકંદરે, આંકડા દર્શાવે છે કે, મહારાષ્ટ્રનો ( Maharashtra ) PWD વિભાગ મુંબઈ -ગોવા હાઈવે પરના વિલંબ અને નબળા કામ માટે મુખ્યત્વે જવાબદાર છે. મૂળભૂત RTI માહિતી પ્રદાન કરવામાં અનિચ્છા, તેમજ વિભાગમાં સંભવિત અનિયમિતતા, ભ્રષ્ટાચાર સૂચવે છે. દરમિયાન, વિવિધ પેકેજોમાં કામનું વિભાજન અને બહુવિધ ઓફિસોની સંડોવણી જવાબદારીના પ્રશ્નને વધુ જટિલ બનાવે છે. તેથી આ બાબતે તપાસ થવી જોઈએ, એવું કાર્યકર્તાએ મહાપાલિકા પાસે માંગ કરી છે.