Site icon

શ્રદ્ધા વાળકર મર્ડર કેસમાં મોટો ખુલાસો. શ્રદ્ધાને પહેલેથી હત્યાનો ડર હતો. પોલીસને આ ચિઠ્ઠી લખી હતી. વાંચો તે ચિઠ્ઠી નો એક એક અક્ષર….

Shraddha Walker murder case- letter police

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

શ્રદ્ધા મર્ડર કેસમાં ( Shraddha Walker murder case ) એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે ત્યારે એક નવી ચિઠ્ઠીએ ( letter )  ચકચાર જગાવી છે. નવી માહિતી મુજબ વર્ષ2020માં, શ્રદ્ધા વાળકરે પોલીસ  ( police ) ફરિયાદ કરી હતી કે આફતાબથી તેના જીવને ખતરો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આફતાબે તેણીને ગળું દબાવીને મારી નાખવાની  ધમકી આપી હતી. શ્રદ્ધાએ પોતાની ફરિયાદમાં એ પણ જણાવ્યું કે આફતાબના પરિવારને આખા અફેર વિશે ખ્યાલ હતો. તેણે વસઈના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. બે વર્ષ પહેલા શ્રદ્ધાએ વ્યક્ત કરેલો ડર સાચો પડ્યો છે.

ગળું દબાવીને ટુકડા કરી નાખવાની ધમકી આપી હતી

બે વર્ષ પહેલા 23 નવેમ્બર 2020ના રોજ શ્રદ્ધાએ ( Shraddha Walker ) આફતાબ વિરુદ્ધ વસઈના તુલિંજ પોલીસ સ્ટેશનમાં ( police ) ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, શ્રદ્ધાએ જણાવ્યું છે કે આફતાબના મારથી તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઉપરાંત, તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે આપતા બે તેનું ગળું દબાવીને તેના ટુકડા કરી નાખવાની  ધમકી આપી હતી. શ્રદ્ધાએ આપેલા ફરિયાદ પત્રમાં ( letter )  કહેવામાં આવ્યું છે કે આફતાબના પરિવારને આ સમગ્ર મામલાની સંપૂર્ણ જાણકારી છે.

આ સમાચાર પણ વાંચો:  ખાલિસ્તાની આતંકીઓનો બોલાવ્યો ખાતમો, 72 કલાકમાં ત્રણનો શિકાર, હેપ્પી સંખેરા, રિંડાની હત્યા; બેંગકોકથી કુલવિંદરને કરાયો કબજે

છેલ્લા છ મહિનાથી ત્રાસ ચાલુ હતો.

બે વર્ષ પહેલા શ્રદ્ધાએ ( Shraddha Walker ) નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે આફતાબ તેને છેલ્લા છ મહિનાથી મારતો હતો. ટૂંક સમયમાં અમે લગ્ન કરવાના હતા. પરંતુ હવે હું આફતાબ સાથે રહેવા માંગતો નથી. તેમજ ભવિષ્યમાં મને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આફતાબની રહેશે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version