Site icon News Continuous Bureau | Mumbai

Shravanotsav Damru Yatra ઐતિહાસિક વડનગરમાં ૧૩ ઓગસ્ટથી ભવ્ય ‘શ્રાવણોત્સવ’નો પ્રારંભ, ડમરુ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

Shravanotsav Damru Yatra શર્મિષ્ઠા તળાવના કિનારે જામશે સાંસ્કૃતિક સંધ્યા, મહામૃત્યુંજય જાપ સ્પર્ધા અને સોશિયલ મીડિયા રીલ સ્પર્ધાનું આકર્ષણ

Shravanotsav Damru Yatra  ઐતિહાસિક વડનગરમાં ૧૩ ઓગસ્ટથી ભવ્ય 'શ્રાવણોત્સવ'નો પ્રારંભ, ડમરુ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

Shravanotsav Damru Yatra ઐતિહાસિક વડનગરમાં ૧૩ ઓગસ્ટથી ભવ્ય 'શ્રાવણોત્સવ'નો પ્રારંભ, ડમરુ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Shravanotsav Damru Yatra Cultural વડનગરની આધ્યાત્મિક અને ઐતિહાસિક પવિત્ર ભૂમિ પર આગામી ૧૩ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભવ્ય ‘શ્રાવણોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં ડમરુ યાત્રા, મહામૃત્યુંજય જાપ સ્પર્ધા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વડનગરની સંસ્કૃતિ અને વૈદિક પરંપરાઓને ઉજાગર કરવામાં આવશે.

Shravanotsav Damru Yatra – ૧૦૮ ડમરુ વાદકો સાથે ભવ્ય ડમરુ યાત્રા અને પ્રભાત ફેરીનું આકર્ષણ

શ્રાવણ માસના પ્રથમ દિવસ એટલે કે ૧૩ ઓગસ્ટથી દરરોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન વડનગરમાં ભવ્ય ડમરુ યાત્રા નીકળશે. શહેરના નક્કી કરેલા ૩ રૂટ પરથી શરૂ થઈને આ યાત્રા હાટકેશ્વર મહાદેવ મંદિરે (Hatkeshwar Mahadev Temple) સંપન્ન થશે. આ યાત્રા માટે ખાસ તાલીમ પામેલા ૧૦૮ ડમરુ વાદકો અને સેવાભાવી બાળકો સેવા ઝોન, સંકલ્પ ઝોન અને હેરિટેજ ઝોન મારફતે પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરશે.

Shravanotsav Damru Yatra – મહામૃત્યુંજય જાપ સ્પર્ધા અને શર્મિષ્ઠા તળાવ કિનારે સાંસ્કૃતિક સંધ્યા

શ્રાવણોત્સવ અંતર્ગત રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓના આશરે ૪,૫૦૦ વિદ્યાર્થીઓ માટે મહામૃત્યુંજય જાપ સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત, શ્રાવણ માસના દર રવિવારે સાંજે ૭:૦૦ થી ૮:૩૦ કલાક દરમિયાન શર્મિષ્ઠા તળાવના (Sharmistha Lake) કિનારે શિવ વંદના, સંગીત-સાધના, ધ્યાન-ભક્તિ અને સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતિ જેવા વિશેષ કાર્યક્રમો યોજાશે, જેને લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે સાંકળી લેવામાં આવશે.

Shravanotsav Damru Yatra – સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા અને નગરપાલિકા દ્વારા ખાસ સુશોભન

યુવાનો અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે MyGov પ્લેટફોર્મ પર દર સપ્તાહે આકર્ષક ઇનામો સાથેની સોશિયલ મીડિયા રીલ સ્પર્ધાનું આયોજન કરાયું છે. મહોત્સવને અનુલક્ષીને વડનગર નગરપાલિકા દ્વારા હાટકેશ્વર મંદિર તરફ જતા રસ્તાઓ પર આકર્ષક એમ્બિયન્ટ લાઇટિંગ અને ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધા મળી રહે.

👉 આ સમાચાર વાચો:
Shravanotsav Damru Yatra ઐતિહાસિક વડનગરમાં ૧૩ ઓગસ્ટથી ભવ્ય ‘શ્રાવણોત્સવ’નો પ્રારંભ, ડમરુ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

Widow and Orphan Cess on Petrol Diesel આ રાજ્યમાં પેટ્રોલડીઝલ ખરીદવા પર ચૂકવવો પડશે ‘વિધવા અને અનાથ સેસ’, જાહેર થયું નોટિફિકેશન
Surat Doctor Suicide Case સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસ ૨૪ કલાકમાં તપાસ પૂર્ણ; ૪ સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ, HODને ‘શોકોઝ’ નોટિસ
Ukai Kakrapar Multipurpose Project દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈકાકરાપાર બહુહેતુક યોજના સિંચાઈ, વીજ પુરવઠો અને પીવાના પાણીની જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Exit mobile version