Site icon

લખીમપુર હિંસા પર SIT નો મોટો ખુલાસો, ષડયંત્ર હેઠળ વારદાતને અપાયો અંજામ; હવે આશિષ મિશ્રા સહિત ૧૪ પર ચાલશે આ કેસ 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

૩ ઓક્ટોબરના રોજ, યુપીના લખીમપુર ખીરીના ટિકુનિયામાં ચાર ખેડૂતોને એક જીેંફ કારે કચડી નાખ્યા હતા, જ્યારે તેઓ એક કાર્યક્રમમાં કૃષિ કાયદાનો વિરોધ કરીને પરત ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન કેશવ મૌર્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની હાજર રહ્યા હતા. આ ઘટના બાદ થયેલી હિંસામાં કેટલાક લોકોના મોત પણ થયા હતા. આ ઘટના દરમિયાન સ્થાનિક પત્રકાર રમણ કશ્યપનું પણ મોત થયું હતું. ખેડૂતોનો આરોપ છે કે એસયુવી અજય મિશ્રા ટેનીની છે અને તેમાં તેમનો પુત્ર આશિષ મિશ્રા હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસની પ્રથમ સુનાવણી ૮ ઓક્ટોબરે થઈ હતી. ઘણા દિવસોની હિંસા બાદ, આશિષ મિશ્રા ઉર્ફે મોનુની ૯ ઓક્ટોબરે ઘણા કલાકોની પોલીસ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. સીટએ અત્યાર સુધીમાં આશિષ મિશ્રા, લવકુશ, આશિષ પાંડે, શેખર ભારતી, અંકિત દાસ, લતીફ, શિશુપાલ, નંદન સિંહ, સત્યમ ત્રિપાઠી, સુમિત જયસ્વાલ, ધર્મેન્દ્ર બંજારા, રિંકુ રાણા અને ઉલ્લાસ ત્રિવેદીની ધરપકડ કરી છે. તે લખીમપુર ખીરી જિલ્લા જેલમાં બંધ છે. દરમિયાન, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રાજ્ય સરકારને આશિષ મિશ્રાની જામીન અરજી પર પ્રતિ સોગંદનામું દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. કેસની સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ વિનોદ શાહીએ કોર્ટને ચાલી રહેલી તપાસ વિશે માહિતગાર કર્યા હતા. શાહીએ કહ્યું કે મોટી સંખ્યામાં સાક્ષીઓના નિવેદનો નોંધવાના બાકી છે.ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલાની તપાસ માટે રચાયેલી જીૈં્‌એ પણ કબૂલ્યું છે કે ખેડૂતોને વાહન વડે કચડી નાખવાની સમગ્ર ઘટના એક સુનિયોજિત કાવતરું હતું. જીૈં્‌એ હવે આરોપીઓ પર લગાવવામાં આવેલી કલમોમાં પણ ફેરફાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સામે હવે ગુનેગાર હત્યાના બદલે હત્યાના કેસનો સામનો કરવો પડશે. આજે આરોપીને પણ કોર્ટમાં હાજર થવાનું રહેશે. ૩ ઓક્ટોબરે લખીમપુર ખીરી હિંસાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જીૈં્‌) એ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ઝ્રત્નસ્) સમક્ષ અરજી દાખલ કરી છે. આ અંતર્ગત હત્યાના પ્રયાસના આરોપ હેઠળ તેમના ગુનાને સજાપાત્ર બનાવવા માટે ૧૩ આરોપીઓ વિરુદ્ધ નવી કલમો સામેલ કરવા જણાવ્યુ છે. જીૈં્‌ના તપાસ અધિકારી વિદ્યારામ દિવાકરે ગયા અઠવાડિયે ઝ્રત્નસ્ કોર્ટમાં ૈંઁઝ્રની કલમ ૨૭૯, ૩૩૮ અને ૩૦૪છની જગ્યાએ વોરંટમાં નવી કલમો ઉમેરવા માટે અરજી દાખલ કરી હતી. લખીમપુર ઘટનાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત ૧૪ લોકો પર તપાસ બાદ કલમો બદલવામાં આવી છે. તમામ આરોપીઓ પર ઈરાદાપૂર્વકનું આયોજન કરીને ગુનો આચરવાનો આરોપ છે. જીૈં્‌એ ૈંઁઝ્ર કલમ ૨૭૯, ૩૩૮, ૩૦૪છ દૂર કરી છે અને ૩૦૭, ૩૨૬, ૩૦૨, ૩૪,૧૨૦ મ્, ૧૪૭, ૧૪૮,૧૪૯, ૩/૨૫/૩૦ લગાવી છે. તપાસ અધિકારીએ કહ્યું કે આ ઘટના સુનિયોજિત અને જાણી જાેઈને કરવામાં આવી હતી અને બેદરકારી નથી. તપાસ અધિકારીએ કલમ ૨૭૯ને બદલ્યા બાદ આઈપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), ૩૨૬ ( ખતરનાક હથિયાર અથવા શસ્ત્ર વડે ગંભીર ઈજા પહોચાડવી), ૩૪ (સામાન્ય ઇરાદાથી કોઈ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ કૃત્યો), ૨૭૯ (જાહેર માર્ગ ઉપર વધુ ઝડપથી વાહન ચલાવવા અથવા વાહન ઉપર સવારી કરવી) ૩૩૮ (જે કોઈ પણ વ્યક્તિ ઉતાવળમાં અથવા બેદરકારીથી કોઈ વ્યક્તિને ગંભીર નુકસાન પહોંચાડે ) અને ૩૦૪છ ( બેદરકારીથી નિપજાવેલ મૃત્યુનું કારણ) લાગુ કરવા જણાવ્યુ છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version