ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર
લખીમપુર હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ SITએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 5,000 પાનાની ચાર્જશીટમાં એસઆઈટીએ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવ્યો છે.
એટલું જ નહીં, એસઆઈટીના કહેવા પ્રમાણે આશીષ ઘટના સ્થળે જ ઉપસ્થિત હતો.
આ ચાર્જશીટમાં એક નામ વધારવામાં સામે આવ્યું છે. મંત્રી ટેનીના સંબંધી અને પલિયાના બ્લોક પ્રમુખ વિરેન્દ્ર શુકલાનું નામ પણ ચાર્જશીટમાં છે.
આ કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિતના તમામ 13 આરોપીઓ જેલમાં બંધ છે.