ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની રત્નાગીરી પોલીસ દ્વારા સંગમેશ્વર ખાતે ધરપકડ કરવામાં આવી છે. આથી અગાઉ નારાયણ રાણે પોતાની જાતને ધરપકડથી બચાવવા માટે રત્નાગીરી સેશન્સ કોર્ટમાં અટક પૂર્વ જામીનની અરજી કરી હતી, જેને જજ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ નારાયણ રાણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને બોમ્બે હાઈકોર્ટે અરજીની સુનાવણી તાત્કાલિક ધોરણે કરવાથી ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન નાસિક પોલીસે રત્નાગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ ને જાણ કરી તેમજ સ્થાનિક પોલીસ વિભાગે વિશેષ દળ બનાવીને નારાયણ રાણે એ જ્યાં મુકામ કર્યો હતો ત્યાં જઈને તેમની ધરપકડ કરી છે.
નારાયણ રાણે ની તબિયત ની તપાસ કરવા માટે ડોક્ટરની એક ટીમ સંગમેશ્વર પહોંચી હતી. પોલીસે તેમને તાબામાં લીધા હતા અને રત્નાગીરી ખાતે તેમની રવાનગી થઈ હતી.