Site icon

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ-ભાજપ સામ-સામેઃ કોંગ્રેસના આ નેતાની સ્મૃતિ ઈરાનીએ ઉડાવી મજાક. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 13 નવેમ્બર  2021 
શનિવાર.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર લડત થવાની શકયતા છે. ચૂંટણીને હજી સમય છે છતાં બંને પક્ષોએ જોરદાર ચૂંટણી પ્રચારનો આરંભ કરી દીધો છે, જેમા કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ “લડકી હું લડ સકતી હું” નો નારો આપ્યો હતો. જોકે તેમના આ નારાની કેન્દ્રીય મહિલા અને બાલવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મજાક ઉડાવી હતી. ઘરે છોકરો છે છતાં લડી શકતા નથી એવું કહીને તેમણે પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મજાક ઉડાવી હતી. 
કોંગ્રેસના જનરલ સેક્રેટરીએ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે જાહેરાત કરી હતી, તે મુજબ ચૂંટણીમાં કોંગ્રેસના કુલ ઉમેદવારમાંથી 40 ટકા ઉમેદવાર મહિલા હશે. આ જાહેરાતની સાથે કોંગ્રેસે નારો પણ આપ્યો છે કે “લડકી હું લડ સકતી હું“. જોકે સ્મૃતિ ઈરાનીએ આ નારાને કોંગેસના નેતા રાહુલ ગાંધી સાથે જોડીને તેમની મજાક ઊડાવી હતી. 

Join Our WhatsApp Community

ત્રિપુરાની ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્ર ભડકે બળ્યુઃ અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ. જાણો વિગત.

અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની પરંપરાગત બેઠક કહેવાતી અમેઠી બેઠક પરથી છેલ્લી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા. એ અગાઉ 2014માં રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાની હારી ગઈ હતી.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version