Site icon News Continuous Bureau | Mumbai

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.

પનાશ એપાર્ટમેન્ટમાં બની કરુણ ઘટના; સિક્યોરિટી ગાર્ડને 'ચાવી લેવા જવું છે' તેવું બહાનું કરી ફરી અગાશી પર ગયા અને લગાવી મોતની છલાંગ.

Solapur Suicide Case વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા

Solapur Suicide Case વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા

News Continuous Bureau | Mumbai
Solapur Suicide Case સોલાપુર શહેરને હચમચાવી નાખે તેવી એક અત્યંત આઘાતજનક ઘટના ગુરુવારે બપોરે બની હતી. શહેરની એક સમયની સૌથી પ્રખ્યાત ‘મુલતાની બેકરી’ના માલિક સુનીલ સદારંગાનીએ (ઉંમર 60 વર્ષ) વિજાપુર રોડ પર આવેલી એક ઈમારત પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાનો હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, સુનીલ સદારંગાની ગુરુવારે બપોરે વિજાપુર રોડ પર સ્થિત ‘પનાશ એપાર્ટમેન્ટ’ ખાતે ગયા હતા. તેઓ સીડીઓ ચઢીને સીધા ઈમારતના 17મા માળે પહોંચી ગયા હતા. ત્યાં તેઓ દીવાલના કઠેડા પર ઉભા રહીને હાથ જોડીને કંઈક પ્રાર્થના કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને આસપાસના નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેમણે તાત્કાલિક બિલ્ડિંગના સુરક્ષા ગાર્ડને જાણ કરી હતી.

ચાવી લેવાનું બહાનું કાઢી મોતને વળગ્યા

સમાચાર મળતા જ સિક્યોરિટી ગાર્ડે ઉપર દોડી જઈને સુનીલ સદારંગાનીને સમજાવ્યા અને તેમને નીચે લઈ આવ્યા હતા. જોકે, થોડી જ ક્ષણોમાં સદારંગાનીએ ગાર્ડને કહ્યું કે તેમની ચાવી ઉપર જ રહી ગઈ છે. આ જ બહાનું કાઢીને તેઓ ફરીથી ઉપર ગયા અને ગાર્ડ કંઈ સમજે તે પહેલા જ 17મા માળેથી નીચે છલાંગ લગાવી દીધી. ઉંચાઈ પરથી પડવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Join Our WhatsApp Channel

વીડિયો થયો વાયરલ અને પોલીસ તપાસ શરૂ

આ સમગ્ર ઘટના બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં તેઓ કૂદતા પહેલા પ્રાર્થના કરતા સ્પષ્ટ દેખાય છે. ઘટનાની જાણ થતા જ વિજાપુર નાકા પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ માટે જંગ: ભાજપનું પલ્લુ ભારે કે શિંદે જૂથ બાજી મારશે? જાણો આ 2 દિગ્ગજ મહિલા કોર્પોરેટરો છે રેસમાં સૌથી આગળ

સોલાપુર શહેરમાં શોકનું મોજું

સુનીલ સદારંગાની સોલાપુરના પ્રતિષ્ઠિત વેપારી હતા. તેમની બેકરી સમગ્ર શહેરમાં જાણીતી હતી. તેમણે આટલું મોટું અને આત્યંતિક પગલું કેમ ભર્યું? શું તેઓ કોઈ માનસિક તણાવ કે આર્થિક સમસ્યાથી પીડાતા હતા? પોલીસ આ તમામ દિશામાં તપાસ કરી રહી છે. તેમના નિધનના સમાચારથી સોલાપુરના વેપારી આલમ અને રહીશોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version