Site icon

Somnath demolition: સોમનાથ મંદિર પાસે બુલડોઝર એકશન પર સુપ્રીમ કોર્ટ કડક, સરકાર પાસે માંગ્યો જવાબ, જો દોષિત જણાશે તો કરશે આ કાર્યવાહી…

Somnath demolition: સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તેને લાગે છે કે ગુજરાતમાં સત્તાવાળાઓએ બુલડોઝરની કાર્યવાહી અંગેના તેના આદેશની અવગણના કરી છે, તો તે અધિકારીઓને જેલમાં તો મોકલશે જ, સાથે તે તમામ મિલકતોને ફરીથી પુનઃ સ્થાપિત કરવાનો આદેશ પણ આપશે.

Somnath demolition SC refuse to stay Gujarat's anti-encroachment drive near Somnath temple

Somnath demolition SC refuse to stay Gujarat's anti-encroachment drive near Somnath temple

News Continuous Bureau | Mumbai 

Somnath demolition: ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે બુલડોઝરની કાર્યવાહી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુસ્લિમ સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો એવું જોવા મળે છે કે તેના આદેશની અવમાનના કરીને બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે તો તેને ફરીથી બનાવવાના આદેશ આપવામાં આવશે.

Join Our WhatsApp Community

 Somnath demolition: અવમાનનાની અરજી પર  સુપ્રીમ કોર્ટે કરી  કડક ટિપ્પણી 

 મુસ્લિમ સમુદાયની અવમાનનાની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ( supreme court )કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો અમને જણાશે કે ગુજરાતમાં સત્તાવાળાઓએ બુલડોઝરની કાર્યવાહી અંગેના તેના આદેશની અવગણના કરી છે, તો તે અધિકારીઓને માત્ર જેલમાં જ નહીં મોકલે પરંતુ તેમની માલિકીની તમામ મિલકતોને પુનઃસ્થાપિત કરવાનો આદેશ પણ આપશે.

Somnath demolition: સોમનાથના ડીએમ અને અન્ય અધિકારીઓને નોટિસ 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો બુલડોઝરની કાર્યવાહી ખોટી જણાય છે તો સરકારે તેને ફરીથી પુનઃસ્થાપિત કરાવવી પડશે. સુપ્રીમ કોર્ટે સોમનાથના ડીએમ અને અન્ય અધિકારીઓને નોટિસ મોકલી છે. આ સાથે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. જોકે, કોર્ટે યથાસ્થિતિ જાળવવાની અરજદારની માંગને ફગાવી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Govinda Firing Case: ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા, મુંબઈ પોલીસ ફરી કરી શકે છે ચીચીની પૂછપરછ; જાણો શું છે કારણ..

જણાવી દઈએ કે જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેંચ સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશનું ઉલ્લંઘન કરીને સત્તાવાળાઓએ મિલકતોને તોડી પાડવાનો આરોપ લગાવતી અરજીની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે તે દિવસે પરવાનગી વિના મિલકતો તોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોઈપણ ગુનાના આરોપીઓની મિલકતોનું ડિમોલિશન પણ અટકાવવામાં આવ્યું હતું.

Somnath demolition:  સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટા પાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું

અવમાનની અરજીમાં ગુજરાતના ગીર સોમનાથમાં સદીઓ જૂની મસ્જિદો, કબરો, મુતવાલીઓના ઘરોને ગેરકાયદેસર રીતે તોડી પાડવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.   અરજીમાં કહેવામાં આવ્યું છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટા પાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું છે. અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version