ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો બેરોકટોક પ્રવાસ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રવાસ કરવા માટે કોઈપણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. રાજ્ય સરકારને શંકા છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બહુ ઝડપથી ટ્રાવેલ કરી રહ્યા છે. આથી રાજ્ય સરકારે આજે રીવ્યુ મિટિંગ પછી એવો નિર્ણય લીધો છે કે આવનાર દિવસોમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત નિર્ધારિત રૂટ નક્કી કરવામાં આવશે જેના પરથી લોકો બીજા જિલ્લામાં જઈ શકશે. રાજ્ય સરકાર આ પગલું એટલે લઈ રહી છે કે તેને લોકોની અવરજવર પર પાબંધી મુકવી છે.