Site icon News Continuous Bureau | Mumbai

કોરિયન શખસનું મોત : પતંગની દોરીથી તો પોલીસે કહ્યું- ટેક્નિકલ ખામી હતી

ગુજરાતમાં કોરિયન શખસનું મોત કડીમાં પેરા ગ્લાઈડિંગ કરતાં નીચે પટકાયો પતંગની દોરીથી તો પોલીસે કહ્યું- ટેક્નિકલ ખામી હતી

South Korean man dies in paragliding accident in Gujarat

કોરિયન શખસનું મોત : પતંગની દોરીથી તો પોલીસે કહ્યું- ટેક્નિકલ ખામી હતી

 News Continuous Bureau | Mumbai

મહેસાણાના કડી તાલુકાના ધરમપુર ગામે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાયું હતું. જેમાં વડોદરાના બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રણ પાઠવ્યું હતું.

Join Our WhatsApp Channel

 જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા. પરંતુ ગઈકાલે વિસતપુરા ગામ ખાતે ટ્રાયલ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક પેરાશૂટ ક્રેક થયું હતું અને કોરિયન ગામની અંદર આવેલી હાઈસ્કૂલની પાછળ નીચે પટકાયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ કડી પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર પણ વાંચો:  અમેરિકામાં હિમપાતમાં થીજી ગયો વોટરફોલ, અત્યાર સુધીમાં 60ના મોત, ગાડીઓમાંથી મળી થીજી ગયેલી લાશો

કડી તાલુકાના ધરમપુર મુકામે આવેલી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેને સાઉથ કોરિયનના બે મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું. જે આમંત્રણને માન આપીને બે કોરિયન ભારત દેશ આવ્યા હતા અને વિસતપુરા ખાતે રોકાયા હતા. આજે ધરમપુર ખાતે યોજાયેલા ષષ્ટિપૂર્તિ કાર્યક્રમની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરિયનથી આવેલા બે લોકો દ્વારા પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાની હતી.

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version