Site icon

Gujarat : ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા ગુજરાતમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ

Gujarat : એકત્ર કરાયેલા બિયારણના ૨૧૦ - ખાતરના ૫૧ - દવાના ૨૯ એમ ૨૯૦ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવશે. ૨૩૪ જેટલી નોટિસ ઈશ્યુ કરવામાં આવી.બિયારણ-ખાતર અને દવાનો અંદાજે રૂ. ૧.૬૮ કરોડની કિંમતનો જથ્થો અટકાવવામાં આવ્યો.

Special intensive verification campaign for two days in Gujarat to ensure quality fertilizer-seeds and medicine to farmers

Special intensive verification campaign for two days in Gujarat to ensure quality fertilizer-seeds and medicine to farmers

 News Continuous Bureau | Mumbai 

Gujarat : ગુજરાતના ખેડૂતોને ( Gujarat farmers ) ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ ( Intensive verification campaign ) શરૂ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તા. ૨૩-૦૫-૨૦૨૪ થી સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરી છે.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તા યુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને ( Agricultural Department )  આપેલા દિશા-નિર્દેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના ૩૨ ઉત્પાદકો તેમજ બિયારણના ૪૧૭, ખાતરના ૨૬૮ અને દવાના ૩૭૮ વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લીધી છે.

Gujarat : આ મુલાકાત દરમિયાન બિયારણના ૨૧૦, ખાતરના ૫૧ અને દવાના ૨૯ એમ કુલ ૨૯૦ નમૂના લેવામાં આવ્યા છે જેને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવશે.

 આ જે ૨૯૦ નમૂના એકત્ર કરવામાં આવ્યા છે તેમાં કપાસના ૧૦૮ નમૂના લેવાય છે તેમાં ૪૩ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  NHAI Road Asset monetisation: NHAIના 33 રોડ એસેટ્સનું મુદ્રીકરણ, સરકારની તિજોરીમાં અધધ આટલા હજાર કરોડ સુધીની સંપત્તિ થશે જમા; જાણો આંકડા …

 એટલું જ નહીં, સાબરકાંઠા ( Sabarkantha ) જિલ્લામાં લેવાયેલા કપાસના આઠ નમૂના પૈકીના પાંચ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાય છે. ખાસ કિસ્સામાં પાંચ દિવસમાં તેનું એનાલિસિસ કરીને પરિણામ જાહેર કરાશે.

આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન તા. ૨૩-૦૫-૨૦૨૪ ના પ્રથમ દિવસે એક જ દિવસમાં અંદાજે ૧.૬૮ કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો ૫૨,૬૧૯ કિલોગ્રામ, ખાતરનો ૮૨ મેટ્રિક ટન અને દવાઓનો ૬૦૦ કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે.

 આ રાજ્ય વ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન ૧૯ ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા ૨૩૪ જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version