Site icon News Continuous Bureau | Mumbai

પ્રથમ ગ્રાસે મક્ષિકા! ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે ટળી મોટી દુર્ઘટના, દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓ માંડ બચ્યા, જુઓ તસવીરો જાણો વિગતે.. 

News Continuous Bureau | Mumbai

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થયાના પહેલા જ દિવસે અપશુકન થયા છે. સરકારે કોરોનાની ત્રીજી લહેર ઓસરતાં  27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેથી આજથી એટલે 28 માર્ચથી તમામ પ્રકારની ફ્લાઈટ શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે.

Join Our WhatsApp Channel

દિલ્હી એરપોર્ટ પર વધુ એક વાર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પ્રાપ્ત જાણકારી મુજબ પુશઅપ દરમિયાન સ્પાઈસજેટ નું એક વિમાન વીજળીના થાંભલા સાથે ટકરાયું હતું. જોકે રાહતની વાત છે કે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અથડામણને કારણે ફ્લાઇટના એક ભાગને નુકસાન થયું હતું. જ્યારે વીજળીનો થાંભલો પણ સાવ નીચેની તરફ વળી ગયો હતો.

તાલિબાનનું અજીબોગરીબ ફરમાન. હવે મહિલાઓ અને પુરુષો એક સાથે નહીં જઇ શકે અમ્યુઝમેન્ટ પાર્કમાં, નક્કી કરાયા આ નવા નિયમો… જાણો વિગતે

કહેવામાં આવી રહ્યું છે કે સ્પાઈસજેટના વિમાનને જ્યારે ટર્મિનલ પરથી રનવે પર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. વિમાન એટલી જોરથી થાંભલા સાથે ટકરાયું કે તેમાં બેઠેલા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઊની આંચ આવી નથી.તમામ પ્રવાસીઓ સલામત છે. આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં શિફ્ટ કરી દેવાયા હતા.  ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આશરે બે વર્ષ બાદ આજથી દેશ અને વિદેશમાં તમામ ફ્લાઈટ હમેંશ મુજબ શરુ થઈ છે.   આ પહેલા પણ અનેક વાર દિલ્હી એરપોર્ટ પર આવી દુર્ઘટના થઈ છે. 

 

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version