Site icon

SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.

મંગળવેઢા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર પર તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો; નવ યુવકો અને એક યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ.

SSC Board Exam Scam એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ સોલાપુરમાં ગુજરાતી

SSC Board Exam Scam એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ સોલાપુરમાં ગુજરાતી

News Continuous Bureau | Mumbai
SSC Board Exam Scam મહારાષ્ટ્રમાં ધોરણ 10 (SSC) ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ રાજ્ય સરકારના ‘કોપીમુક્ત અભિયાન’ ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. સોલાપુર જિલ્લાના મંગળવેઢા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અન્ય વિદ્યાર્થીઓના નામે પરીક્ષા આપી રહેલા 10 બોગસ વિદ્યાર્થીઓ ઝડપાયા છે. આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને કેન્દ્ર સંચાલકો દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.મંગળવેઢા તાલુકાના બાળકૃષ્ણ વિદ્યાલય અને જુનિયર કોલેજ, નંદેશ્વર ખાતે આ ઘટના બની હતી. ધોરણ 10ના પ્રથમ પેપર દરમિયાન જ્યારે પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેલા સુપરવાઈઝર દ્વારા વિદ્યાર્થીઓના ઓળખપત્ર ની તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે શંકાસ્પદ જણાતા 10 વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ વિદ્યાર્થીઓ અસલી ઉમેદવારોના બદલે પરીક્ષા આપવા બેઠા હતા.

સુતાર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ‘ખેલા’

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જે ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા છે તેઓ મંગળવેઢાની જ સુતાર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓના નામે પેપર લખી રહ્યા હતા. આ 10 બોગસ વિદ્યાર્થીઓમાં નવ યુવકો અને એક યુવતીનો સમાવેશ થાય છે. બોર્ડના નિયમો મુજબ, કેન્દ્ર પ્રમુખે તાત્કાલિક અસરથી આ તમામની પરીક્ષા રદ કરી છે અને તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Join Our WhatsApp Community

ઓળખપત્રની તપાસમાં ભાંડો ફૂટ્યો

કેન્દ્ર સંચાલક વિઠ્ઠલ એકમલ્લીએ જણાવ્યું હતું કે, પરીક્ષા શરૂ થતા પહેલા દરેક વિદ્યાર્થીના હોલ ટિકિટ અને ઓળખપત્રની ઝીણવટભરી તપાસ રવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ફોટા અને અસલી ચહેરામાં તફાવત દેખાતા 10 ડમી વિદ્યાર્થીઓ પકડાઈ ગયા હતા. આટલી મોટી સંખ્યામાં ડમી વિદ્યાર્થીઓ ઝડપાતા પરીક્ષા કેન્દ્રની સુરક્ષા વ્યવસ્થા અને બોર્ડની દેખરેખ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.

બોર્ડ દ્વારા કડક કાર્યવાહીની તૈયારી

એસએસસી બોર્ડ (SSC Board) ના અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. પકડાયેલા વિદ્યાર્થીઓ અને જેમના નામે તેઓ પરીક્ષા આપી રહ્યા હતા તે મૂળ વિદ્યાર્થીઓ પર પણ કાયમી પ્રતિબંધ મુકાઈ શકે છે. આ કેસમાં કોઈ મોટું રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ હવે તપાસ કરી રહી છે. આગામી પેપરોમાં આવી ઘટનાઓ ન બને તે માટે ફ્લાઈંગ સ્ક્વોડ ને વધુ સક્રિય કરવામાં આવી છે.

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version