ભાજપ ના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે લોકલ ટ્રેનને સામાન્ય નાગરિક માટે ફરી શરૂ કરવાની માંગ કરી છે
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે તાત્કાલિક મુંબઈ અને તેના પરામાં સામાન્ય માણસોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ, અથવા મુંબઇકરોને દર મહિને 5,000 રૂપિયા મુસાફરી ભથ્થું તરીકે આપવામાં આવે.
સાથે જ એવો આક્ષેપ કર્યો છે કે કોરોના મહામારી ચાલુ થઈ ત્યારથી ઠાકરે સરકાર દ્વારા સામાન્ય લોકો માટે એક પણ આર્થિક પેકેજ લાવવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી ઉપનગરીય લોકલ ટ્રેનો સામાન્ય લોકો માટે બંધ છે. જેના કારણે કર્મચારીઓ તેમજ રોજગાર માટે નીકળેલા પરિશ્રમીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.