ગુજરાતમાં ૩૧ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે.
આજે થયેલા મતદાનમાં વિરમગામમાં પણ મતદાન ચાલુ છે જ્યાં હાર્દિક પટેલ પોતે મતદાતા છે.
વિરમગામ ખાતે હાર્દિક પટેલે મતદાન કર્યું પરંતુ તેઓ કોંગ્રેસને મત ન આપી શક્યા.કારણકે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપ અને અપક્ષની પેનલ ચૂંટણી લડી રહી છે અને કોંગ્રેસનો એ કે ઉમ્મીદવાર જ નથી.
તો સવાલ એ ઉભો થાય છે કે હાર્દિક પટેલે કોને વોટ આપ્યો હશે??