Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યુ લાગુ..

આખરે મહારાષ્ટ્ર સરકારે આખા રાજ્યમાં રાત્રિ કરફ્યુ નો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રીના કાર્યાલય થી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ મુંબઈ સહિત આખા રાજ્યમાં રવિવારે રાતથી કર્ફ્યુ લાગુ રહેશે. 

આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે જો પરિસ્થિતિ કાબૂની બહાર રહેશે તો આખા મહારાષ્ટ્રમાં લોક ડાઉન લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલય થી એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલ પરિસ્થિતિ બહુ જ ઝડપથી હાથ ની બહાર જઈ રહી છે. જો આ રીતે દર્દીઓની સંખ્યા વધતી જશે તો હોસ્પિટલ અને વૈદકીય સુવિધાઓ પણ ઓછી પડશે. આ પરિસ્થિતિમાં આખા મહારાષ્ટ્રમાં lockdown લાગુ કરવું પડશે. આ સંદર્ભે મુખ્યમંત્રી કાર્યાલય તમામ જિલ્લા અધિકારીઓને lockdown લાગુ કરવાના અધિકાર આપી દીધા છે.

Join Our WhatsApp Channel

એક વાત સ્પષ્ટ છે કે આવનાર દિવસો અઘરા છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ સંદર્ભે કહ્યું છે કે બ્રિટનમાં કોરોના ની બીજી લહેર પહેલી લહેર કરતા ખતરનાક હતી. મહારાષ્ટ્રમાં પણ આવું જ થઈ રહ્યું છે અને હવે બીજી લહેર બહુ જ તાકાતથી આવી રહી છે.

આ સાથે જ મુખ્યમંત્રીએ એ પણ કહ્યું છે કે આવનાર દિવસોમાં હવે વધુ કડક પગલાં લેવામાં આવશે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version