ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
ભાજપના નેતા નારાયણ સામે નાશિકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નાશિક પોલીસ નારાયણ રાણેની ધરપકડ કરવા પણ નીકળી ચૂકી છે ત્યારે નાશિકમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન વિરુદ્ધ અણછાજતી ટીકા કરનારા નારાયણ રાણે સામે શિવસેનાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાશિકમાં શિવસેનાના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે થઈ ગયા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પણ મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તા ભાજપની ઑફિસ પર પહોંચી ગયા હતા અને ત્યાં ઑફિસમાં તોડફોડ કરી મૂકી હતી.
નારાયણ રાણેની ધરપકડના ભણકારા વચ્ચે જૂહુમાં શિવસેના અને ભાજપના કાર્યકર્તા સામસામેઃ પોલીસનો લાઠીચાર્જ