Site icon News Continuous Bureau | Mumbai

નાશિકમાં તણાવપૂર્ણ વાતાવરણ, શિવસેનાના કાર્યકર્તાઓનો પથ્થરમારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ભાજપના નેતા નારાયણ સામે નાશિકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નાશિક પોલીસ નારાયણ રાણેની ધરપકડ કરવા પણ નીકળી ચૂકી છે ત્યારે નાશિકમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન વિરુદ્ધ અણછાજતી ટીકા કરનારા નારાયણ રાણે સામે શિવસેનાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાશિકમાં શિવસેનાના કાર્યકર્તાઓ અને  ભાજપના કાર્યકર્તાઓ સામસામે થઈ ગયા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પણ મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તા ભાજપની ઑફિસ પર  પહોંચી ગયા  હતા અને ત્યાં ઑફિસમાં તોડફોડ કરી મૂકી હતી.

નારાયણ રાણેની ધરપકડના ભણકારા વચ્ચે જૂહુમાં શિવસેના અને ભાજપના કાર્યકર્તા સામસામેઃ પોલીસનો લાઠીચાર્જ

Bhiwandi Apartment Parking Fire ભિવંડીમાં રહેણાંક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભીષણ આગ ૧૪ બાઇકો બળીને ખાખ..
Khopoli Railway Station Surprise Ticket Checking ખપોલી રેલવે સ્ટેશને ‘સરપ્રાઈઝ’ ટિકિટ ચેકિંગ વગર ટિકિટે મુસાફરી કરતા ૨૨૫ પ્રવાસીઓ પાસેથી ₹૯૦,૨૧૦ નો દંડ વસૂલાયો
Malad Forest Demolition Drive મુંબઈના મલાડમાં વન વિભાગનું બુલડોઝર એક્શન NDPS ડ્રગ્સ કેસમાં સંડોવાયેલાં ૯ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં
Shiv Sena Symbol Supreme Court Hearing શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં મોટો વળાંક એકનાથ શિંદેના વકીલ નીરજ કિશન કૌલે ઉદ્ધવ ઠાકરે પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Exit mobile version