Site icon

સ્ટ્રોબેરીનું ઉત્પાદન ઓછું થયું, ખેડૂતો અડધા ભાવે સ્ટોબેરી વેચવા તૈયાર. નથી ખરીદનાર…. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ઓગસ્ટ 2020

કોરોના નિયંત્રણ માટે લાદવામાં આવેલા લોકડાઉનની દુરગામી અસરો દેખાવી શરૂ થઈ ગઈ છે. દેશમાં સ્ટ્રોબેરીનું સૌથી વધુ ઉત્પાદન ધરાવતા સાતારા જિલ્લામાં આ વર્ષે સ્ટ્રોબેરીના વાવેતરમાં 50 ટકાનો ઘટાડો થયો છે. સ્ટ્રોબેરી ઉત્પાદકોને ગયા વર્ષે સ્ટ્રોબેરી નો બજાર ભાવ ન મળતાં ચાલુ વર્ષે ઓછું વાવેતર કર્યું હતું. ખેડૂતો એ વધુ રસ ના બતાવતાં,  દર વર્ષે યુરોપ અને અમેરિકાથી 20 લાખ મધર પ્લાન્ટની આયાત કરવામાં આવતી હતી.  જે આ વર્ષે માત્ર નવ લાખ રોપાઓની આયાત જ કરવામાં આવી હતી.

 

જિલ્લા કૃષિ તકનીકી મદદનીશના જણાવ્યા મુજબ, સાતારા જિલ્લામાં લગભગ ત્રણથી સાડા ત્રણ હજાર એકરમાં સ્ટ્રોબેરીના બાગ છે. આ પ્રકારના મોટાભાગના બગીચા મહાબળેશ્વર તાલુકામાં છે. ઉપરાંત વઘઇ, જવાલી, દક્ષિણ કોરેગાંવ અને પાટણ તાલુકામાં પણ કેટલાક બગીચા છે. દર વર્ષે મૂળ સ્ટ્રોબેરી રોપાઓ (મધર પ્લાન્ટ્સ) યુરોપ અથવા અમેરિકાથી આયાત કરવામાં આવે છે. આ મૂળ રોપાઓનું  જૂન અને જુલાઈમાં વાવેતર કરવામાં આવે છે.  તેમાંથી, અઢીથી ત્રણ મહિનામાં રોપાઓ તૈયાર થાય છે અને પ્રથમ ફળ નવેમ્બરના મધ્યમાં બજારમાં આવે છે. ગયા વર્ષના ઉત્પાદનમાં લોકઆઉટનો ફટકો પડ્યો હતો. તેથી, આ વર્ષે ફળોના બજારમાં મળેલા પ્રતિસાદના ડરથી ખેડૂતોએ માંગ ઓછી કરી છે. 

સ્ટ્રોબેરીનો સરેરાશ ભાવ આશરે 50 થી 52 રૂપિયા પ્રતિ કિલો છે. લોકડાઉનને લીધે ભાવ અડધા થઈ ગયા છે.  પરિણામે, ખેડુતોનો આશરે પચાસ ટકાની ખોટ ખાવી પડી રહી છે.  કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નુકસાનથી વ્યથિત ઘણા ખેડૂતોએ ફળો વેચવાને બદલે પશુઓને ખવડાવવા પડી રહયાં છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version