Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે ઉધનાથી બરૌની સુધી દોડાવશે સમર સ્પેશિયલ ટ્રેન, મધ્યપ્રદેશના આ આઠ સ્ટેશનો પર રહેશે હોલ્ટ..

Central Railway: Railways will not get passengers reduced due to Corona! Decrease of six lakh passengers, revenue also decreased

Central Railway: Railways will not get passengers reduced due to Corona! Decrease of six lakh passengers, revenue also decreased

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે ઉધના અને બરૌની જંક્શન વચ્ચે સમર દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

Join Our WhatsApp Channel

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ ઉધના અને બરૌની જંક્શન સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09033 ઉધના – બરૌની જંક્શન સ્પેશિયલ દર સોમવાર અને બુધવારે ઉધનાથી 20.35 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે બુધવાર અને શુક્રવારે 03.00 કલાકે બરૌની જંક્શન પહોંચશે. આ ટ્રેન 3જી મે થી 31મી મે 2023 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09034 બરૌની જં- ઉધના સ્પેશિયલ દર બુધવાર અને શુક્રવારે બરૌની જં.થી 09.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 5મી મેથી 2જી જૂન 2023 સુધી ચાલશે. 

આ સમાચાર પણ વાંચો:  એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ લક્ષ્ય 2026 તરફના તેના ધ્યેય અંતર્ગત સમય કરતાં પહેલા 75%નો રિટેલ લોન પોર્ટફોલિયો હાંસલ કર્યો

આ ટ્રેન બંને દિશામાં નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી જંક્શન, પિપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની જંક્શન, મૈહર, સતના, માણિકપુર જંક્શન, પ્રયાગરાજ છિઓકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, અરાહ જંકશન અને પટના જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09033 માટે બુકિંગ 2જી મે, 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Raj Thackeray On 500 Crore Row ₹૫૦૦ કરોડના આરોપ પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? મનોજ જરાંગેના બચાવમાં ઉતર્યા રાજ ઠાકરે આપ્યું આ નિવદેન…
JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Exit mobile version