તાજેતરમાં જ કોંગ્રેસને ‘ગુડબાય’ કહેનારા પંજાબના આ દિગ્ગજ રાજનેતા ભાજપમાં જોડાયા.. જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress) છોડી ચૂકેલા પંજાબના(Punjab) દિગ્ગજ રાજનેતા સુનિલ જાખડ(Politician Sunil Jakhar) આજે ભાજપમાં(BJP) જોડાઈ ગયા છે. 

સુનિલ જાખડે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) જેપી નડ્ડાની(JP Nadda) હાજરીમાં આજે દિલ્હીમાં(Delhi) પાર્ટીની સદસ્યતા લીધી. 

આ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપમાં જાખડજીનું સ્વાગત છે. તેમણે કહ્યું કે પંજાબમાં રાષ્ટ્રવાદી દળોને(nationalist forces) મજબૂત બનાવવું એ સમયની જરૂરિયાત છે.

અત્રે જણાવવાનું કે સુનિલ જાખડે 14મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું(Resignation) આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  શું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? અટકળો પર નેતાએ આપ્યો આ જવાબ.. 

Exit mobile version