અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. આજે પહેલી વખત રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે, તો આ તરફ સરયૂના 24 તટને 6 લાખ દીવાથી સજાવાયો છે. આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે. અવધ યુનિવર્સિટીના કલા અને ફાઈન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ દીવા સાથે રામકથાના પ્રસંગોને દેખાડ્યા છે. જુઓ ફોટાઓ..
