Site icon

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઓબીસી આરક્ષણ સાથે કે તેના વગર થશે? ઓબીસી આરક્ષણ સંદર્ભની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 19મી સુધી મુલતવી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ઓબીસી અનામત સાથે કે વગર યોજાશે,  તેના માટે  19 જાન્યુઆરી સુધી રાહ જોવી પડવાની છે.

ઓબીસી (OBC) અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની અરજીઓ પર 19 જાન્યુઆરીએ સંયુક્ત સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈ કોર્ટ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની અરજીઓ સંયુક્ત રીતે સાંભળશે.

મહારાષ્ટ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પાંચ ડિસેમ્બરના આદેશને રદ્દ કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે ઓબીસીના રાજકીય આરક્ષણને સ્થગિત કરવાનો નિર્ણય પહેલેથી જ આપી દીધો છે.

ઓબીસીના ઈમ્પિરિકલ ડેટા એકત્રિત કર્યા પછી જ અનામત આપવી જોઈએ એવો કોર્ટે ચુકાદો આપ્યો હતો . તેના આધારે મધ્ય પ્રદેશ સરકારે વિધાનસભામાં ઠરાવ પસાર કરીને ચૂંટણી સ્થગિત કરવા વિનંતી રાજ્યપાલ મારફત ચૂંટણી કમિશનને કરી છે. મહારાષ્ટ્ર સરકારે પણ આવો જ ઠરાવ પસાર કર્યો છે.

ભાજપ-કોંગ્રેસની માગણી પર ચૂંટણી પંચ સહમત, પંજાબમાં ચૂંટણીની તારીખ બદલાઈ; હવે 14ને બદલે આ તારીખે થશે મતદાન

17 ડિસેમ્બરના સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી OBC આરક્ષણ માટે ત્રિ-પાંખીય અભિગમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજકીય આરક્ષણ લાગુ કરી શકાય નહીં.  આ દરમિયાન  મહારાષ્ટ્રમાં 105 નગર પંચાયતોની ચૂંટણી બે તબક્કામાં કરાવવાનો સમય આવી ગયો છે. જોકે કોર્ટે આદેશ આપ્યો છે કે ઓબીસી માટે અનામત બેઠકો કમિશનની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ઓપન કેટેગરી તરીકે ગણવામાં આવે. જેના કારણે રાજ્ય સરકાર માટે ચૂંટણી યોજવાને લઈને મૂંઝવણ સર્જાઈ છે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version