Site icon

આ રાજ્યના પીવાના પાણીમાં આખરી વાર ગણેશવિસર્જન થશે; કોર્ટની અંતિમ તક

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

તેલંગણા હાઈ કોર્ટે હુસેન સાગર સરોવર તથા શહેરનાં અન્ય જળાશયોમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની ગણપતિની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્ટે પોતાના આ આદેશને બદલવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી, પરંતુ ગઈ કાલે કોર્ટે તેલંગાણાના પ્રાધિકારીઓને હૈદરાબાદના હુસેન સાગર સરોવરમાં અંતિમ વખત વિસર્જનની કરવાની પરવાનગી આપી દીધી છે.

 કોર્ટે કહ્યું હતું કે આ સમસ્યા હૈદરાબાદમાં વારંવાર આવે છે અને ઘણી વાર આદેશો આપવા છતાં રાજ્ય સરકાર તે સ્થળે મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ કે પ્રદૂષણ પર નિયંત્રણ મૂકવાના તેલંગણા હાઈ કોર્ટના આદેશનું પાલન નથી કરતી.

ગણપતિબાપ્પાના વિસર્જન માટે મુંબઈ મનપાએ ચોપાટીઓ પર કરી આ ધરખમ તૈયારીઓ; જાણો વિગત  

જ્યારે પ્રાધિકારીઓના વકીલ તુષાર મહેતાની દલીલો પર હાઈ કોર્ટે પોતાના આદેશને બદલ્યો છે. મહેતાએ કહ્યું હતું  કે સરોવરમાં પ્રદૂષણ ઓછું કરવા માટે પગલાં લેવાયાં છે અને વિસર્જન બાદ તરત જ મૂર્તિઓને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવશે અને નિકાલના સ્થળે લઈ જવાશે.

 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version