ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટો આદેશ આપ્યો છે.
કોર્ટે યોગી સરકારને CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાન માટે સરકાર દ્વારા જે વસૂલી કરવામા આવી છે, તે તમામ વસૂલી પાછી આપવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે નોટિસ પાછી લેવામા આવી છે તો પ્રક્રિયાનું પાલન થવું જોઈએ.
જો વસૂલી કાયદા વિરુદ્ધ થઈ છે અને આદેશ પાછો લેવામા આવ્યો છે, તો પછી વસૂલીને કેવી રીતે ચલાવી શકાય.
ઉલ્લેખનીય છે કે આ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા 11 ફેબ્રુઆરીએ સરકારની ઝાટકણી કાઢવામાં આવી. સાથેજ તેમને આ કાર્યવાહી પરત લેવા માટે પણ ચેતવણી આપી હતી.
