Site icon

લ્યો બોલો-પાર્ક રસ્તા કે શહેર નહીં પણ આ હાઈકૉર્ટનું નામ બદલવાની થઇ સુપ્રીમમાં અરજી- કોર્ટે અરજી ફગાવી- જાણો શું છે સમગ્ર મામલો 

thane borivali underground clears way high court dismisses lt plea

થાણે-બોરીવલી અંડરગ્રાઉન્ડ રોડ મોકળો થયો, બોમ્બે હાઈકોર્ટે આ એન્જીનીયરીંગ કંપનીની અરજી ફગાવી..

News Continuous Bureau | Mumbai

 દેશભરમાં પાર્ક, રસ્તા અને શહેરના નામ બદલવાની પ્રક્રિયા ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે ત્યારે આ બધા વચ્ચે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)નું નામ બદલીને મહારાષ્ટ્ર હાઈકોર્ટ (Maharashtra High Court) કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટ દાખલ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

જોકે સુપ્રીમ કોર્ટ(Supreme court) ના જસ્ટિસ અનિરુદ્ધ બોઝની આગેવાની હેઠળની બેંચે આ અરજીને ફગાવી દીધી છે. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સંસદીય પ્રક્રિયા છે. કોર્ટ દ્વારા તેમાં દખલ કરી શકાતી નથી. તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો તેઓ કોર્ટમાં ફરિયાદ કરી શકે છે, પરંતુ આ કેસમાં એવો કોઈ ઉલ્લેખ નથી.

મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ આ અરજી 26 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે સેવા આપનાર થાણેના વીપી પાટીલ વતી દાખલ કરવામાં આવી હતી. પાટીલે કહ્યું હતું કે મહારાષ્ટ્ર શબ્દનો ઉચ્ચાર મહારાષ્ટ્રીયન ના જીવનમાં વિશેષ મહત્વ દર્શાવે છે અને તેનો ઉપયોગ હાઈકોર્ટના નામમાં પણ અભિવ્યક્ત થવો જોઈએ.

 આ સમાચાર પણ વાંચો: મુંબઈની આ પ્રખ્યાત સરકારી હોસ્પિટલમાંથી મળી આવી બ્રિટિશ યુગની સુરંગ – 130 વર્ષ જૂનો છે ઈતિહાસ- જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે  વર્ષ 1960માં મહારાષ્ટ્ર સરકારે એક આદેશ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે `બોમ્બે હાઈકોર્ટ` હવેથી `મહારાષ્ટ્ર હાઈકોર્ટ` તરીકે ઓળખાશે, પરંતુ આ આદેશનો અમલ થયો ન હતો અને બોમ્બે હાઈકોર્ટનું નામ યથાવત રહ્યું હતું.

વર્ષ 1995માં બોમ્બેનું નામ બદલીને મુંબઈ કરવામાં આવ્યું. તેથી બોમ્બે નામનું શહેર હવે અસ્તિત્વમાં નથી. જોકે હાઈકોર્ટ `બોમ્બે`ના નામે જ રહી છે. વર્ષ 2016માં બોમ્બે હાઈકોર્ટનું નામ બદલીને મુંબઈ હાઈકોર્ટ કરવા માટેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે બિલ પાસ થઇ શક્યું ન હતું કારણ કે તેના પર સહમતિ બની શકી ન હતી અને તેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.

  આ સમાચાર પણ વાંચો: WhatsApp થયું અપગ્રેડ-  લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version