Site icon News Continuous Bureau | Mumbai

મહાનગરપાલિકા, જિલ્લા પરિષદની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટની મહારાષ્ટ્ર સરકારને ફટકાર . જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં(Maharashtra) પ્રલંબિત રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના(Election) કાર્યક્રમની જાહેરાત કરવાનો નિર્દેશ આપ્યો છે. ઓબીસી અનામત(OBC reserves) પર અંતિમ સુનાવણીમાં આ આદેશ આપવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

ઓબીસી આરક્ષણ માટે રાજ્ય સરકારે ચૂંટણી બાબતે કરેલા કાયદાના સંદર્ભમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી(Hearing) પાર પડી હતી. ઓબીસી આરક્ષણ રદ થયા બાદ ચૂંટણી આગળ ઢકેલવા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચના અમુક અધિકાર પોતાની પાસે રાખવા નો કાયદો કર્યો છે. આ કાયદા હેઠળ વોર્ડની રચના(Ward formation)  અને ચૂંટણી  તારીખ નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકારે પોતાની પાસે રાખ્યો છે.  આ કાયદાને ચેલેન્જ કરતી અરજી પણ આજે સુનાવણી થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.

સુનાવણી દરમિયાન રાજ્યની મહાનગરપાલિકા(BMC), જિલ્લા પરિષદ(district council) સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો બે અઠવાડિયામાં જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ફરી એકવાર OBC અનામત વિના સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનો આદેશ આપ્યો છે. તો હવે જોવાનું રહેશે કે સરકાર શું પગલાં ભરે છે

 

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version