Site icon

Surat : સારો વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ, સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો…

Surat : સુરત જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૩૦૦૨૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

16 lakhs earned in two months from this crop... Read the success story of this farmer from Latur here...

16 lakhs earned in two months from this crop... Read the success story of this farmer from Latur here...

News Continuous Bureau | Mumbai

Surat : સુરત(Surat) જિલ્‍લામાં મેઘરાજ મહેરબાન થયા છે, ત્યારે ખેડૂતોએ(Farmers) વાવણીના મંડાણ કર્યા છે. સુરત જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદ(Rain) બાદ ધરતીપુત્રો ખેતીના કાર્યમાં જોડાઈ ગયા છે. તાલુકા વિસ્‍તારોમાં ખરીફ સિઝન દરમિયાન ખેડૂતો વિવિધ પાકોની વાવણી કરી રહ્યા છે. ખાસ કરીને પશુપાલન પર આધારિત ઘાસચારા, ડાંગર, તુવેર તેમજ શાકભાજી (Vegetable) તથા અન્ય બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે.

Join Our WhatsApp Community

૨૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો

છેલ્લા દસેક દિવસમાં સુરત જિલ્‍લાના તાલુકાઓમાં પાંચ ઈંચથી લઈને ૨૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્‍લામાં ૩૦૦૨૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીત દ્વારા પ્રાપ્‍ત થયેલ માહિતી મુજબ જિલ્‍લાનો છેલ્‍લા ત્રણ વર્ષનો સામાન્‍ય વાવેતર વિસ્‍તાર ૧,૦૮,૨૮૮ હેકટર રહ્યો છે, તેની સામે અત્‍યાર સુધીમાં જિલ્લાની ૩૦૦૨૦ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી ડાંગરનું ૩૧૨૪ હેકટર અને મગફળી ૨૯૬ હેકટર, જુવાર ૧૩૪૦ હેકટર, સોયાબીન ૪૯૮૩, કપાસ ૨૮૨૪, અડદ ૪૯૪, તુવેર ૨૯૫૬, મગ ૮૮ હેકટર, શાકભાજી ૬૮૮૭ હેકટર અને ઘાસચારાનું ૫૮૫૮, દિવેલા ૩૧, તલ ૧૩, મકાઈ ૧૧૧૯ હેકટર, અડદ ૪૯૪, દિવેલા ૩૧, કેળા ૩૬૨ તથા પપૈયા ૪૮ હેકટર જમીનમાં વાવેતર જ્યારે બાગાયતી પાકોમાં કેળાનું ૧૪૭૧, પપૈયા ૧૪૪ હેકટરમાં વાવેતર કરાયું છે.
ખાસ કરીને જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૫૦૬૮ હેકટર, ચોર્યાસીમાં ૭૭૮, કામરેજમાં ૬૮૧ હેકટર, માંગરોળમાં ૫૬૪૭, બારડોલીમાં ૧૫૨, માંડવીમાં ૫૧૬૫ હેકટર, ઉમરપાડામાં ૯૮૧૦, મહુવામાં ૧૯૧૯ અને પલસાણા તાલુકામાં ૫૧૭ અને સુરત સિટી(Surat city) માં ૨૮૩ હેકટર જમીન વિસ્તારમાં ૩૦૦૨૦ હેકટરમાં ખરીફ પાક જ્યારે સમગ્ર જિલ્લામાં બાગાયતી પાકોનું વાવેતર જોઈએ તો કેળાનું કામરેજમાં ૮૨૦ હેક્ટર, માંડવીમાં ૧૪૬, પલસાણામાં ૩૧૮ હેકટર મળી અન્ય તાલુકાઓ મળી કુલ ૧૪૭૧ હેક્ટરમાં કેળા તથા સમગ્ર જિલ્લામાં ૧૪૪ હેક્ટરમાં પપૈયાનું વાવેતર થયું છે.
આ સમાચાર પણ વાંચો : Cold Water Vs Warm Water – ઠંડુ કે ગરમ? જાણો ફિટ રહેવા માટે આ બંનેમાંથી કયું પાણી છે સૌથી શ્રેષ્ઠ… ચાલો જાણીએ…

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version