News Continuous Bureau | Mumbai

Surat: હજારો વર્ષોથી આ વૃક્ષ પર આવે છે માત્ર 3 પાન, આ ભૂમિ જ્યાં થયા હતા કર્ણના અંતિમ સંસ્કાર.. જુઓ તસવીરો..

Surat: વડને ચોથું પાન આવે એટલે તરત જ એક પાન ખરી જાય છે

News Continuous Bureau | Mumbai

Surat: સુર્યપુત્રી તાપી નદી(Tapi river)ના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડ(Plant)નું નાનકડું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ પર માત્ર દોઢ ફૂટના આ ત્રણ પાનના વડનું ઉગવું એ તાપી નદીનું મહાત્મ્ય દશવિ છે. આ ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. મહાભારત(Mahabharat)ના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો ત્યારે તેની અંતિમવિધિ અશ્વિનીકુમાર ખાતે કરવામાં આવી હતી. તેમની સ્મૃત્તિના પ્રતિકરૂપે આ ત્રણ પાનનો વડ ભગવાન શ્રી કૃષ્ણ(Sri Krishna)ની ઈચ્છાથી ઉગ્યો હતો.

Join Our WhatsApp Channel

Surat: only 3 leaves have been planted on this tree for thousands of years

 

આ સમાચાર પણ વાંચો :  Bank Holidays in August: ઓગસ્ટ મહિનામાં બેંક જતા પહેલા જુઓ આ કેલેન્ડર.. ઓગસ્ટમાં બેંકો 14 દિવસ બંધ રહેશે.. જાણો અહીંયા સંપુર્ણ શેડ્યુલ….

 

આ વડને ચોથું પાન આવે એટલે તરત જ એક પાન ખરી જાય છે. આમ, વડના પાનની સંખ્યા ત્રણ જ રહે છે. અશ્વિની અને કુમાર બંને કર્ણ(Karna)ના ભાઈ અને તાપી કર્ણની બહેન છે. અશ્વિની અને કુમારે આ ભૂમિ પર તપ કર્યું હતું. એટલે તાપી કાંઠાનો આ વિસ્તાર અશ્વિનીકુમાર તરીકે ઓળખાય છે.

 

સૂર્યપુત્ર કર્ણની અંતિમ વિધિ (Funeral) અશ્વિનીકુમાર સ્થિત તાપી કિનારે આ જ સ્થળે કરવામાં આવી હતી. આ સમયે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ‘આપણને ખબર છે કે અહીં કર્ણની અંતિમ ક્રિયા થઈ, પરંતુ આવનાર યુગને આ વાતની ખબર કેવી રીતે પડશે?’ ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે, ‘અહીં ત્રણ પાનનો વડ ઉગશે. જેના ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે.’ તાપી પુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ છે. આજે પણ ત્રણ પાનનો વડ અહીં ઊભેલો છે, જેને દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.

 

આ સમાચાર પણ વાંચો : Bank Holidays in August: ઓગસ્ટ મહિનામાં બેંક જતા પહેલા જુઓ આ કેલેન્ડર.. ઓગસ્ટમાં બેંકો 14 દિવસ બંધ રહેશે.. જાણો અહીંયા સંપુર્ણ શેડ્યુલ….

 

Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Exit mobile version